Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પ્રાંતિજમાં વરસાદી પાણી ભરાતા માર્ગમાં ગરકાવ થયેલ ખાડામાં રીક્ષા ખાબકી, રીક્ષાચાલકનો આબાદ બચાવ...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં એક રીક્ષા ખાબકી હતી. આ ઘટનામાં રીક્ષાચાલકનો આબાદ બચાવ થયો હતો.

સાબરકાંઠા : પ્રાંતિજમાં વરસાદી પાણી ભરાતા માર્ગમાં ગરકાવ થયેલ ખાડામાં રીક્ષા ખાબકી, રીક્ષાચાલકનો આબાદ બચાવ...
X

મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય દિવસથી પાણીની લાઇન માટે માર્ગ ખોદવામાં આવ્યો હતો, અને કામ પણ પૂર્ણ થતાં ખાડો પુરવામાં આવ્યો ન હતો. તેવામાં ગત બુધવારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ પડતા રોડ વચ્ચોવચ ખોદવામાં આવેલ ખાડો પાણીથી ભરાઈ ગયો હતો.

રોડ ઉપર પાણી ભરાતા ત્યાંથી પસાર થઈ રહેલ ચિલોડાનો રીક્ષા ચાલક ચાલુ વરસાદમાં ખાડા ખાબકયો હતો. તો રીક્ષા ચાલક ખાડામાં પડતા આજુબાજુમાં આવેલ દુકાનો-ગલ્લા માલિકો દોડી આવ્યા હતા, જ્યાં રીક્ષા ચાલકને બહાર કાઢતા તેને શરીરે સામાન્ય ઈજાઓ જણાય આવી હતી. જોકે, રીક્ષા ચાલકનો આબાદ બચાવ થતાં લોકો રાહત અનુભવી હતી.

Next Story