સાબરકાંઠા પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે સર્વિસ રોડ ખાડાળીયો વાહનચાલકો હેરાન

ખાડાઓમા પાણી ભરાતા હાઇવે ઉપરથી પસાર થતા લોકોને પાણી ખાડાઓ ના દેખાતા તેવો ખાડાઓમા પટકાય છે અને તેમના વાહન અને તેમના હાડકા ભાંગવાનો વારો આવ્યો છે.

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે ખોરંભે પડેલ ઓવરબ્રીજની બન્ને બાજુએ આવેલ સર્વિસ રોડ ઉપર ખાડાઓ પડતા વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના  પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે ઓવરબ્રીજનું કામ છેલ્લા એક વર્ષથી ખોરંભે ચડ્યુ છે, તો બીજીબાજુ ઓવરબ્રીજને લઈને બ્રીજની બન્ને સાઇડે સર્વિસ રોડ બનાવવામા આવ્યો છે

પણ આ સર્વિસ રોડ ઉપર એટલા બધા ખાડાઓ પડયા છે કે વાહન ચાલકો આખા રોડ ઉપરથી તો શાન્તીથી પસાર થઈ જાય છે પણ પ્રાંતિજ ઓવરબ્રીજ પાસેથી પસાર થતા ખાડાઓને લઈને તોબા-તોબા પોકારી ઉઠયા છે.ત્યારે હાલતો ચોમાસાની સિઝન હોય વરસાદ પડતો હોય જેને લઈને ખાડાઓમા પાણી ભરાતા હાઇવે ઉપરથી પસાર થતા લોકોને પાણી ખાડાઓ ના દેખાતા તેવો ખાડાઓમા પટકાય છે અને તેમના વાહન અને તેમના હાડકા ભાંગવાનો વારો આવ્યો છે.

બીજી બાજુ વાહન ચાલકો તગડો ટોલટેકક્ષ આપતા હોવા છતાંય તેવોને આવો સર્વિસ રોડ મળતા તેવોમા રોષ જોવા મળ્યો છે. ત્યારે હાઇવે ઓથોરિટી તથા રોડ કોન્ટ્રાક્ટર દ્રારા સર્વિસ રોડ ઉપર પડેલ ખાડાઓ ઝડપી પુરવામા આવે તેવી માંગ પણ હાલતો ઉઠવા પામી છે. ત્યારે હવે જોવુ એ રહ્યુ કે કોઈ વાહન ચાલક નો જીવ જશે ત્યારે ખાડાઓ પુરશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિત હજુએ જોવા મળશે.

Latest Stories