Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા :આવતીકાલથી સાબરડેરી દૂધના કિલો ફેટમાં રૂ.૧૦નો વધારો, બે મહિનામાં ત્રીજી વખત થયો વધારો

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા ત્રણ લાખથી વધુ પશુપાલકો માટે ત્રીજીવાર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

X

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા ત્રણ લાખથી વધુ પશુપાલકો માટે ત્રીજીવાર દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં દૂધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય લેવાયો છે. જેને લઈને પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા બે મહિનામાં ત્રણ વખત ભાવ વધારો કરવામાં આવતા પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી છે. જોકે નિયામક મંડળ દ્વારા ભાવ વધારાનો નિર્ણય લેવાયો છે અને આ ભાવ વધારો ૧૧ મેથી અમલમાં આવશે. ભાવ વધારાને લઈ સાબરકાંઠા અને અરવલ્લીના ત્રણ લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. પશુપાલકોમાં માટે ભેંસના પ્રતિ કિલો ફેટ રૂ ૧૦ વધારો થતાં હવે પશુપાલકોને રૂ. ૭૪૦ પ્રમાણે ચૂકવામાં આવશે અને ગાયના પ્રતિ કિલો ફેટ રૂ ૬.૯૦નો વધારો હવે પશુપાલકોને રૂ. ૩૨૦.૫૦ પ્રમાણે ચૂકવામાં આવશે. ગત માર્ચ મહિનામાં પશુપાલકો માટે ભેંસના દૂધમાં કિલો ફેટે ૧૦ રૂપિયા અને ગાયના દૂધમાં કિલો ૪.૬૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ મેં મહિનામાં ફરી દૂધનો ભાવ વધારો કરાયો છે. એમ બે મહિનામાં ત્રણ વાર દૂધનો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

સાબરડેરી દ્વારા પ્રતિકીલો ફેટે દૂધના ભાવમાં વધારો કરતા પશુપાલકોમાં ક્યાં નારાજગી અને ખુશી જોવા મળી હતી. જોકે સાબરડેરી નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિત માટે ત્રીજીવાર દૂધના પ્રતિકીલો ભાવમાં નિર્ણય લેવાયો છે. મોંઘવારીમાં રોજિંદી જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ત્યારે દૂધ વ્યવસાયને પ્રોત્સાહિત કરવા અને દૂધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય લેવાયો છે. જેને લઈ પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી.

Next Story