Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હર હર મહાદેવના નાદથી કિશનગઢનું શ્રી કપિલા-કામધેનુ મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું...

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર કિશનગઢ ગામ સ્થિત શ્રી કપિલા-કામધેનુ મહાદેવ મંદિર-ચંડી તીર્થ ધામ સહિતના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.

X

અધિક શ્રાવણ માસના પવિત્ર સોમવાર નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર કિશનગઢ ગામ સ્થિત શ્રી કપિલા-કામધેનુ મહાદેવ મંદિર-ચંડી તીર્થ ધામ સહિતના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સીમમાં તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલ કિશનગઢ ગામ ખાતેનું ચામુંડા ધામ અધિક શ્રાવણ માસના પવિત્ર સોમવાર નિમિત્તે ભક્તોના ઘોડાપુરથી ઉભરાય રહ્યું છે. અધિક શ્રાવણ માસ નિમિત્તે મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે, જ્યારે મંદિરના મહંત તેમજ ભક્તો દ્વારા ભજન કીર્તન કરી વાતાવરણને ભક્તિમય બનાવવામાં આવી રહ્યું છે. કિશનગઢ અંતરિયાળ વિસ્તારમાં આવેલ મંદિર કે, જ્યા ભક્તોને ચામુંડા માતાજી, મહાદેવ તેમજ કપિલા કામધેનુના દર્શન થાય છે. સવાર-સાંજ મંદિરમાં પૂજા અર્ચના કરી ઝાલરની ઝણકારે આરતી કરવામાં આવતી હોય છે, ત્યારે ભક્તો ભક્તિમાં રંગાઈ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.

જોકે, નદી કિનારે આવેલું ચામુંડા માતાજીનું મંદિર આશરે 600 વર્ષ કરતા પણ વધુ પુરાણું છે. આ સાથે જ અહી શ્રી કપિલા કપિલેશ્વર મહાદેવ તેમજ શ્રી કપિલા કામધેનુ મહાદેવનું મંદિર પણ આવેલું છે. આ ત્રિવેણી સંગમ તથા સદગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસનું પણ અહીંયા સ્થાન આવેલું છે. મંદિર ખાતેની કપિલા કામધેનુ નામની ગાય દર આગિયારસે પોતે અન્નપાણી લેતી ન હોવાની પણ લોકવાયકા રહેલી છે. જેનું શરીર છોડે આજે 23 વર્ષ થયા છે, જેની સમાધિ પણ અહીંયા બહુ વખણાય છે, જ્યારે ભક્તો પોતાની આસ્થા મુજબની મનોકમના પણ પૂર્ણ થતી હોય છે.

તો બીજી તરફ, ભાદરવા માસના પ્રથમ રવિવારે માતાજીનો ચુંદડી મહોત્સવનું અનોખું મહત્વ રહેલું છે. શ્રી કપિલા કામધેનુ મહાદેવ મંદિર જે મોગલોના રાજમાં મંદિરને ખંડિત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ આ મંદિરનું ફરી એકવાર નિર્માણ કરવામાં આવ્યું છે. જે લોકવાયકા મુજબ આ મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો છે. ઇડરયા ગઢથી છૂટું પડેલું મુડેટી જાગેરી તેમજ મુડેટી જાગીર વિસ્તારમાં બનાવેલું કિશનગઢ ગામ જે કિશનસિંહ બાવજીના નામથી છૂટું પડેલું છે. વર્ષો જૂનું ચામુંડા માતાજીનું મંદિર જે માતાજીની વિશેષતા એક જ છે કે, ગૌશાળા થકી આ મંદિરનો સંપૂર્ણ વહીવટી ચાલે છે. મંદિર ખાતે ગામના યુવાનો, વડીલો, મહિલાઓ તેમજ સમસ્ત ગ્રામજનો મંદિરનું સંચાલન કરે છે, જ્યારે રજાના દિવસોમાં ખાસ કરીને રવિવારના દિવસે ગામના યુવાનો દ્વારા મંદિર પરિસરમાં ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવતું હોય છે. હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણ માસમાં અહીના સ્થાનક મંદિરોમાં જળાભિષેક, બીલીપત્ર, ભજન-સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો થકી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે.

Next Story