સાબરકાંઠા : સગા ભાઈ બહેન દ્વારા જાતિનું બોગસ પ્રમાણપત્રથી સરકારી નોકરી મેળવવવાના કારસ્તાનનો થયો પર્દાફાશ

બે ભાઈઓ અને બહેને ખોટું જાતિનું પ્રમાણપત્ર મેળવીને રેલવે પોલીસ,CRPF તેમજ LRDમાં નોકરી મેળવી હતી,જે કારસ્તાનનો પર્દાફાશ થતા પોલીસ ફરિયાદ દર્જ કરીને તપાસ શરૂ કરવામાં આવી

New Update
  • સગા ભાઈ બહેનનું સરકારી નોકરી માટે કારસ્તાન

  • જાતિનાં બોગસ પ્રમાણ પત્રથી મેળવી સરકારી નોકરી

  • રેલવે પોલીસ,CRPF અનેLRDમાં મેળવી નોકરી

  • ઘટના અંગે મામલતદાર દ્વારા નોંધાઈ પોલીસ ફરિયાદ

  • વિજયનગર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ 

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે બે ભાઈઓ અને બહેને ખોટું જાતિનું પ્રમાણપત્ર મેળવીને રેલવે પોલીસ,CRPF તેમજLRDમાં નોકરી મેળવી હતી,જે કારસ્તાનનો પર્દાફાશ થતા પોલીસ ફરિયાદ દર્જ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના સગા બે ભાઈઓ અને બહેને આદિજાતિના નહીં હોવા છતાં આદિજાતિનું ખોટું પ્રમાણપત્ર બનાવી સરકારી નોકરી મેળવી હતી.જે અંગે મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બે ભાઇઓએ રેલવે પોલીસ, CRPF અને બહેનેLRDમાં ખોટું પ્રમાણપત્ર આપી નોકરી મેળવી હતી. નેલાઉ ગામના નરસિંહ ગુલાબસિંહ સોલંકીએ વેસ્ટર્ન રેલવેમાં પોલીસ કોન્સ્ટેબલ તેમના ભાઈ હિંમતસિંહ ગુલાબસિંહ સોલંકીએ સીઆરપીએફ ગાંધીનગરમાં જ્યારે તેમના બહેન સુમિત્રાબેન ગુલાબસિંહ સોલંકીએ અમદાવાદ લોકરક્ષક દળમાં નોકરી મેળવી હતી.જે અંગે વિજયનગર મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સગા ભાઈ બહેન દ્વારા ગુજરાત અનુસૂચિત જાતિઅનુસૂચિત જનજાતીઅનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગના જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા બાબત અધિનિયમ -2018ની કલમ મુજબનો ગુનો આચરતા વિજયનગર પોલીસ દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી કરી તપાસ શરૂ કરવામાં આવી છે.બોગસ જાતિનું પ્રમાણપત્ર મેળવીને આચરવામાં આવેલા આ કારસ્તાનને ભારે ચકચાર જગાવી છે.