સાબરકાંઠા: પ્રાંતિજ માર્કેટયાર્ડમા બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.૯૫ હજારથી વધુના માલમત્તાની ચોરી

રોકડ રકમ ૯૦,૦૦૦ તથા દુકાનમા લાગેલ સીસીટીવી કેમરાનુ ડીવીઆર લઈ ગયા હતા..

New Update
સાબરકાંઠા: પ્રાંતિજ માર્કેટયાર્ડમા બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.૯૫ હજારથી વધુના માલમત્તાની ચોરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માર્કેટયાર્ડ મા આવેલ બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી અને અંદાજે ૯૫ હજાર ની ચોરી થતા દુકાન માલિકો દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી તો પ્રાંતિજ પોલીસ ના રાત્રી ના પોલીસ પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉઠયા

સાબરકાંઠા પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ પરના કમાલપુર ખાતે આવેલ શાક માર્કેટ ખાતે ગઈ રાત્રીના અજાણ્યા તસ્કરોએ માર્કેટયાર્ડમા આવેલ બે દુકાનોની પાછળના ભાગે લાગેલ જાળી તોડી દુકાનોમા અંદર પ્રવેશ કર્યો હતો જેમા પ્રાંતિજ માર્કેટયાર્ડમા આવેલ દુકાન નંબર-આઠ વસંતભાઈ નટવરલાલ મોદીની દુકાનમા પાછળના ભાગે લાગેલ દુકાનની જાળીના સળીયા તોડી દુકાનમા પ્રવેશ કરી દુકાનમા રહેલ તિજોરીનુ તાળુ તોડી તિજોરીમા રહેલ રોકડ રકમ ૯૦,૦૦૦ તથા દુકાનમા લાગેલ સીસીટીવી કેમરાનુ ડીવીઆર લઈ ગયા હતા..

દુકાન નંબર-૬ શિવશક્તિ વેજીટેબલ પરેશભાઇ પટેલની દુકાનમા પણ પાછળની બારી તોડી અંદર પ્રવેશ કરી દુકાન માથી રોકડ-૫૦૦૦ની ચોરી કરી હતી તો દુકાનમા રહેલ આખીને આખી તિજોરી ઉઠાવી ગયા હતા અને તિજોરી દુકાનની પાછળ મુકીને તસ્કરો જતા રહ્યા હતા તો દુકાન માલિકોએ આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસને કરતા પ્રાંતિજ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો 

Latest Stories