/connect-gujarat/media/post_banners/ffe68954b0c7dcf1e85d4f7c18859749c9090e08bbf70dfed520213a1bbbb59c.jpg)
ભવાનગઢ ઉમિયા માતાજીના મંદિરમાંથી થઈ ચોરી
તસ્કરો પંચધાતુની મૂર્તિ, છત્તર અને તલવારની ચોરી કરી ફરાર
સમગ્ર ઘટના CCTV માં કેદ
વડાલીના ભવાનગઢમાં ઉમિયા માતાજીના મંદિરમાં તસ્કરોએ પંચધાતુની મૂર્તિ, છત્તર અને તલવારની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
સાબરકાંઠા જીલ્લામાં તસ્કરો જાણે પોલીસના ડર વિના બેફામ બન્યા હોય તેમ એકબાદ એક ચોરી, ધાડ તેમજ લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે વડાલીના ભવાનગઢમાં ઉમિયા માતાજીના મંદિરમાં તસ્કરોએ પંચધાતુની મૂર્તિ, છત્તર અને તલવારની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. વડાલી પોલીસ બાઈક, કેબલની ચોરી સહિતના ગુનાનો ભેદ ન ઉકેલી ના શકતાં તસ્કરો બેફામ બનીને દિન પ્રતિદિન વધુ ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ભવાનગઢમાં રવિવાર રાત્રિ દરમિયાન ઉમિયા માતાજીના મંદિરમાં બે તસ્કરોએ મંદિર દરવાજાના નકુચા તોડી મંદિરના ગર્ભગૃહમાં ઘૂસી માતાજીની પંચ ધાતુની મૂર્તિ, માતાજીનું છત્તર અને તલવારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે પૂજારી મંદિરમાં પ્રવેશ કરતાં મંદિરના દરવાજા ખુલ્લા જોતાં પૂજારીને ચોરીની જાણ થતાં તેમણે ગ્રામજનોને જાણ કરી હતી. ત્યારે મંદિરમાં ચોરી થયાના સમાચાર ગામમાં વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનો મંદિરમાં દોડી આવ્યા હતા. તાલુકામાં રોજબરોજ ચોરીના બનાવો બનવા છતાં વડાલી પોલીસ એક પણ ચોરીનો ભેદ ન ઉકેલતાં ચોરોને મોકળુ મેદાન મળી જતાં તસ્કરો ચોરીને અંજામ આપી મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે.