સાબરકાંઠા : હિમંતનગરનું તખતગઢ ગામ સૌર ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર બન્યું,11 મહિનામાં 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ સંપૂર્ણ સોલર એનર્જી દ્વારા પ્રકાશમય બન્યું છે.સૌર ઉર્જાના ક્ષેત્રમાં અગ્રેસર આ ગામે 11 મહિનામાં 4.24 લાખ યુનિટ જનરેટ ર્ક્યા છે.

New Update
  • તખતગઢ સંપૂર્ણ સોલાર એનર્જી થી બન્યું પ્રકાશમય

  • સહકારી મંડળી દ્વારા લોકોને લોન આપીને પ્રોત્સાહિત કરાયા

  • ગામના દરેક ઘર પર સોલર પેનલ લાગી

  • 11 મહિનામાં ગામે 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા

  • વીજબિલમાં ગ્રામજનોને મળી મોટી રાહત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ સંપૂર્ણ સોલર એનર્જી દ્વારા પ્રકાશમય બન્યું છે.સૌર ઉર્જાના ક્ષેત્રમાં અગ્રેસર આ ગામે 11 મહિનામાં 4.24 લાખ યુનિટ જનરેટ ર્ક્યા છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામે સૌર ઉર્જાના ક્ષેત્રમાં એક નવો દાખલો બેસાડ્યો છે.ગામના દરેક મકાન ઉપર સોલાર પ્લેટ લાગેલી છે,અને આ સૌર ઉર્જા થકી 11 મહિનામાં ગામે 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા છે.તેના સામે વીજળીનો વપરાશ માત્ર 2.50 લાખ હોય ગ્રામજનોને 3 લાખથી વધુની કમાણી થઈ છે.

તખતગઢ ગામની આ સફળતા રાતો રાત નથી મળી.ગ્રામજનોએ એક જૂથ આયોજન કર્યું હતું.ગામના દરેક મકાન ઉપર સોલર લાગે તે માટે ગામની સહાકરી મંડળી ગ્રામજનોને સરળ લોન ઉપલબ્ધ કરાવી હતી,જેના થકી ગામના દરેક વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શક્યા છે.અને આજે આ ગામમાં લાઈટ બિલ ન આવતું હોવાથી ગ્રામજનોને મોટી આર્થિક રાહત થઈ છે.

તખતગઢ  ગામમાં સોલાર લાગ્યા બાદ મહિલાઓ હવે પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવાનું શરૂ કર્યું છે.પહેલા મહિલાઓ ચૂલા ઉપર લાકડાથી રસોઈ બનાવતી હતી.પરંતુ સોલાર લાગ્યા બાદ હવે મહિલાઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી રસોઈ બનાવી રહી છે.જેથી લાકડા પણ વપરાતા નથી અને ગેસની પણ મોટી બચત થઈ રહી છે.

તખતગઢ ગામની આ સફળતાએ વાતનો પુરાવો છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ સાધી શકાય છે.આ ગામ અન્ય ગામો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણરૂપ બન્યું છે.

 

Advertisment
Latest Stories