સાબરકાંઠા : પ્રાંતિજ-તલોદને જોડતો મુખ્ય હાઇવે ખખડધજ, સ્થાનિકો પરેશાન

સાબરકાંઠા જિલ્લાના વર્ષ 2015માં બનેલ પ્રાંતિજ અને તલોદ તાલુકા મથકને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં છે

New Update

સાબરકાંઠા જિલ્લાના વર્ષ 2015માં બનેલ પ્રાંતિજ અને તલોદ તાલુકા મથકને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે બિસ્માર હાલતમાં છે જેને પગલે પ્રાંતિજ શહેર તથા આસપાસના ગ્રામ્ય પંથકોના સ્થાનિકો પરેશાન બની ચૂક્યા છે. 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકાને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થાય છે જોકે પ્રાંતિજ તાલુકાની તમામ કચેરીઓ જેવી કે તાલુકા પંચાયતમામલતદાર કચેરી,કોર્ટ કચેરીરેલવે સ્ટેશન સહિત અંદાજિત 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આ રોડ ઉપર દિવસ દરમિયાન સ્થાનિક લોકોની મુખ્યત્વે અવરજવર રહેતી હોય છે પરંતુ આ સ્ટેટ હાઇવે છેલ્લા લાંબા સમયથી બિસમાર બન્યો છે જેને લઇને અહીંથી પસાર થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે તંત્રને અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.

પરંતુ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના કારણે એક જ વર્ષમાં રસ્તો બિસમાર બન્યો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા સતત આ રસ્તાનું સમારકામ કરી દેવામાં આવતું હતું પરંતુ છેલ્લા દોઢ વર્ષથી રસ્તા પર મસ મોટા ખાડા તેમજ ડામરની સાથે કપચી પણ ઉખડી ગઈ છે પરંતુ તંત્ર દ્વારા આ રસ્તાના નવીનીકરણ માટે ઉદાસીનતા રાખવામાં આવી રહી છે સ્થાનિકો તેમજ વિપક્ષ દ્વારા અનેકવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ કામગીરી હાથ ધરવામાં આવતી નથી અને આ સમગ્ર કારણે હાલ તો પ્રાંતિજ શહેર અને પ્રાંતિજ તાલુકા ની જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે.

Latest Stories