સાબરકાંઠા: સીકલીઘર ગેંગના સાગરીતોની પોલીસે કરી ધરપકડ, રૂ.30.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગુજરાત સહિત આંતરરાજ્યોમાં ચીખલીઘર ગેંગના આરોપીઓ બંધ મકાનની નિશાન બનાવીને ચોરી કરતા હતા.

New Update
સાબરકાંઠા: સીકલીઘર ગેંગના સાગરીતોની પોલીસે કરી ધરપકડ, રૂ.30.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ઘરફોડ ચોરી કરી પોલીસને રાડ પડાવનાર સીખલીઘર ગેંગને સાબરકાંઠા જિલ્લા એલ.સી.બી પોલીસે ચાર આરોપીને ઝડપી લઇ રૂ.30.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગુજરાત સહિત આંતરરાજ્યોમાં ચીખલીઘર ગેંગના આરોપીઓ બંધ મકાનની નિશાન બનાવીને ચોરી કરતા હતા. જોકે દિવસે ભૂંડ પકડવાનો ધંધો કરવાનો અને રાત્રે ઘરફોડ ચોરી કરતા હતા. ચોરી દરમિયાન પીકઅપ ડાલુ અલગ અલગ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડ પકડવાના બહાને બંધ મકાનને જોઈને રાત્રે ચોરી કરતા હતા. સાબરકાંઠા સહિત ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પણ આ લોકોએ ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં થોડા દિવસ પહેલા ૧૫ લાખની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાતમીને આધારે વડાલી પાસેથી આ ચોરીની ઘટનાને અંજામ આપનારા ચાર લોકોને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. સિકલીગર ગેંગના ચાર આરોપીને ઝડપી તેઓ પાસેથી ૩૦ લાખ ૩૮ હજાર ૪૦૦નો મુદ્દા માલ કબજે કર્યો હતો

Latest Stories