સાબરકાંઠા : ઈડર વલાસણ હાઈવે પર ટ્રક ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી ગુમાવ્યો કાબુ

સાબરકાંઠાના જિલ્લામાં  ઈડર વલાસણ હાઈવે પર ટ્રક ડ્રાઈવરને ઝોકું આવતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો,જેના કારણે ટ્રક નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નીપજયું હતું.

New Update
અકસ્માતઈડર વલાસણ હાઈવે પર બની ઘટના

ટ્રક નીચે ખાબકતા સર્જાયો અકસ્માત

ટ્રક ડ્રાઈવરને ઝોકું આવતા ગુમાવ્યો કાબૂ

અકસ્માતમાં 1 નું મોતજ્યારે 2 ઇજાગ્રસ્ત

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સાબરકાંઠાના જિલ્લામાં  ઈડર વલાસણ હાઈવે પર ટ્રક ડ્રાઈવરને ઝોકું આવતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો,જેના કારણે ટ્રક નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નીપજયું હતું.

 સાબરકાંઠા જિલ્લાના ઈડર વલાસણ હાઈવે પર ટ્રક ડ્રાઈવરને ઝોકું આવતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતોઆ ટ્રક મારબલના પથ્થર ભરીને જઈ રહ્યો હતો.જેના કારણે ટ્રક નીચે ખાબકતા એક વ્યકિતનું મોત અને બે વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર હેઠળ ખસેડાયા હતા,તો બીજી તરફ પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ડ્રાઈવર ઈડર હાઈવે પરથી ટ્રકને લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક ઉંઘ આવી જતા ટ્રકના સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો,મહત્વનું છે કે ટ્રક નીચે ખાબકયો અને તેમાં એક વ્યકિતનું મોત થયુ.તો પુલનો અડધો ભાગ પણ તૂટી ગયો હતો.આ ટ્રકમાં કુલ 3 લોકો સવાર હતા જેમાં બે વ્યકિતઓને સારવાર હેઠળ ખસેડાયા હતા.

Latest Stories