સાબરકાંઠા: ટામેટા પક્વતા ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો, માત્ર 2 રૂ.કિલો વેચાયા ટામેટા

થોડાક સમય પહેલા 200 રૂપિયા કિલોના ભાવે વેચાતા ટામેટા આજે માત્ર બે રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે..

સાબરકાંઠા: ટામેટા પક્વતા ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો, માત્ર 2 રૂ.કિલો વેચાયા ટામેટા
New Update

સાબરકાંઠા જીલ્લામાં ટામેટાનો ભાવ આસમાને ગયા બાદ ફરી એકવાર ટામેટાના ભાવ ગગડી પડતા ટામેટા પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.200 રૂપીએ કિલોના ભાવે મળતા ટામેટા આજે ખેડૂતો માત્ર 2 રૂપીએ કિલોના ભાવે વેચવા મજબુર બન્યા છે.

આમ તો શાકભાજીના ભાવો વધે ત્યારે ગૃહિણીઓના બજેટ ખોરવાતા હોય છે પરંતુ જ્યારે શાકભાજીના ભાવ તળિયે જતા હોય છે ત્યારે શાકભાજી આવતા ખેડૂતોના બજેટ ખોરવાતા હોય છે.આવું જ ટામેટા પકવતા ખેડૂતોના સાથે થયું છે. થોડાક સમય પહેલા 200 રૂપિયા કિલોના ભાવે વેચાતું ટામેટું આજે માત્ર બે રૂપિયા કિલો વેચાઈ raછે ત્યારે ટામેટા પક્વતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

હિંમતનગર સહિત જિલ્લામાં કેટલાક ભાગોમાં ટામેટાની ખેતી ખેડૂતોએ કરી હતી ગત જુન જુલાઈ માસમાં ખેડૂતોએ ટામેટાના મોંઘા ભાવનું રોપા લાવી વાવેતર કર્યું હતું ત્યારબાદ ટામેટાના છોડ ઉછેરવા માટે માંડવા બનાવ્યા અને બાદમાં વરસાદ વરસતા ટામેટાના છોડ મુર્જાયા હતા જેમાં પણ ખેડૂતોએ ખાસો એવો ખર્ચ અને માવજત કરી ટામેટા ઉત્પાદન કર્યું પરંતુ ઉત્પાદન સમયે ભાવો ના મળતા હોવાને લઇ હાલ તો ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વાળો આવ્યો છે.

#ટામેટાંની ખેતી #ટામેટાના ભાવ #ખેડૂત #સાબરકાંઠા ખેડૂત #Tomato prices #Tomato Cultivation #Sabarkatha Farmer #Farmer News #ટામેટાની ખેતી
Here are a few more articles:
Read the Next Article