Connect Gujarat
ગુજરાત

સાળંગપુર મંદિર વિવાદનો અંત: આજે વહેલી સવારે ભીંતચિત્રો હટાવાયા, મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સાળંગપુર મંદિર વિવાદનો અંત: આજે વહેલી સવારે ભીંતચિત્રો હટાવાયા, મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
X

સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રોને આખરે છઠ્ઠા દિવસે દૂર કરાયા હતા. મળતી જાણકારી અનુસાર, વિવાદના પાંચ દિવસ બાદ આજે સૂર્યોદય પહેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં વિવાદીત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા હતા. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે અંદાજે બે કલાક ચાલેલી બેઠક બાદ વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવાની જાહેરાત કરાઇ હતી. જાહેરાતના બે કલાક બાદ મંદિર પરિસરને ખાલી કરવામાં આવ્યું હતું.

મંદિર પરિસરમાંથી તમામ ભક્તોને બહાર મોકલી ભીંત ચિત્રો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જે વહેલી સવારના પૂર્ણ થઈ હતી. તો વિશ્વ હિંદુ પરિષદ અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની મળેલી બેઠકમાં સ્વામિનારાયણ સંતોને ખોટો વાણી વિલાસ ન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. જ્યારે વિવાદિત સાહિત્ય માટે સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અગાઉ ગઇકાલે વડતાલ મંદિરના સંત સ્વામીએ કહ્યું, આજે અમારી VHP સાથે બેઠક થઈ. જે બેઠક થઈ એમાં સૌની સંમતિ આપવામાં આવી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં જે વિવાદાસ્પદ વાક્યો છે તે અંગે અમારી સમિતિ જલ્દી નિર્ણય કરશે. હાલ પ્રાથમિક નિર્ણય તરીકે ભીંતચિત્ર દૂર કરવા ફેંસલો કરવામાં આવ્યો છે.

Next Story