સાણંદ : ધારાસભ્ય કનુ પટેલે અનેક ફરિયાદો બાદ આરોગ્ય કેન્દ્રની મૂલાકત લેતા સ્ટાફ પરસેવે રેબઝેબ

New Update
સાણંદ : ધારાસભ્ય કનુ પટેલે અનેક ફરિયાદો બાદ આરોગ્ય કેન્દ્રની મૂલાકત લેતા સ્ટાફ પરસેવે રેબઝેબ

રાજયમાં આવેલાં સામુહિક આરોગ્ય કેન્દ્રો ગરીબ તથા મધ્યમવર્ગના લોકો માટે આર્શીવાદરૂપ છે. સાણંદના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની અનિયમિતતા અંગે ધારાસભ્ય કનુ પટેલને વ્યાપક ફરિયાદો મળી હતી. તેઓ એકાએક સાણંદ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર આવી પહોચ્યા હતા. જ્યાં તેમને ડોક્ટરનું રજીસ્ટર ચેક કર્યું હતું. અને ત્યાં ડોક્ટર અને સુપ્રિટેન્ડન્ટ પણ ગેરહાજર જણાયાં હતાં.

ધારાસભ્યએ સરકારી હોસ્પિટલના હાજર સ્ટાફે ગેરહાજર ડોક્ટર અંગે પૂછતાં સ્ટાફે પણ ગોળગોળ જવાબ આપ્યાં હતાં. તબીબો તથા સ્ટાફની અનિયમિતતા અંગે ધારાસભ્ય કનુ પટેલે સીધી આરોગ્ય સચિવને ફરિયાદ કરી હતી. આ ઘટના પરથી ચોક્કસ નક્કી થાય છે કે સરકારી ડોક્ટર જ્યારે ગામડામાં તેમની ડ્યુટી આવે છે ત્યાં જતા નથી અને ખાનગી હોસ્પિટલમાં પોતે પ્રેક્ટિસ ચાલુ રાખે છે. ત્યારે આ પ્રકારે તમામ જગ્યાએ ખરેખર ચેક કરવામાં આવે તેવું જરૂરી બન્યું છે.

Latest Stories