સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના બારમાં થયેલી યુવકની હત્યાના પગલે સંજાણ બંધનું એલાન

સેલવાસના પુષ્પક બારમાં મિત્રો સાથે પાર્ટી કરવા માટે ગયેલા સંદીપ ધોડીની કોઈ વાતને લઈ બબાલ થઈ હતી. જે ઉગ્ર બનતા બબાલ માં સંદીપ ધોડીની હત્યા થઈ હતી

New Update

સેલવાસના બારમાં સંજાણનાં યુવકની હત્યાનો મામલો

યુવકની હત્યાના પગલે સંજાણમાં ભારે ચકચાર જન્મી

ધારાસભ્ય અનંત પટેલે પરિવારજનોની મુલાકાત લીધી

સંજાણ બંધનું એલાન આપી યોગ્ય ન્યાયની કરી માંગ

વિવિધ 4 મુદ્દે આપવામાં આવ્યું છે સંજાણ બંધનું એલાન

 કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આવેલ સેલવાસના નરોલીના એક બારમાં સંજાણના એક યુવકની હત્યાના પગલે ભારે ચકચાર જન્મી હતી. આ ઘટનાના વિરોધમાં સંજાણ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

 સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીમાં સેલવાસના નરોલીના એક બારમાં સંજાણના એક યુવકની હત્યાનો મામલો ગરમાયો છે. આ મામલે મૃતકના પરિવારજનો અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા તા. 18મી જુલાઇના રોજ સંજાણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને અગ્રણીઓએ આજે મૃતકના પરિવારને મળીને સાંત્વના આપી હતી.

મૃતકના પરિવારને ન્યાય અપાવવા કાલે સંજાણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સેલવાસના પુષ્પક બારમાં મિત્રો સાથે પાર્ટી કરવા માટે ગયેલા સંદીપ ધોડીની કોઈ વાતને લઈ બબાલ થઈ હતી. જે ઉગ્ર બનતા બબાલ માં સંદીપ ધોડીની હત્યા થઈ હોવાનું તેઓએ જણાવી રહ્યા છેઅને ન્યાય માટે 4 માંગ કરવામાં આવી છે. જેમાં મૃતકના પરિવારના ભરણપોષણ માટે રૂ. 50 લાખની માંગબાર માલિક સહિત આરોપીઓ વિરૂદ્ધ એટ્રોસીટી હેઠળ કાર્યવાહીપુષ્પક બારના માલિક વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરી અને બારનું લાઈસન્સ કાયમી રદ્દ થાય તેવી માંગ કરવામાં આવી છે.

 

Latest Stories