સંત મોરારી બાપુએ નામ લીધા વગર સ્વામિનારાયણ સંપ્રદાય પર કર્યા પ્રહાર

રાજકોટના ત્રંબા ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યા જગદ્દગુરુ શંકરાચાર્ય, મોરારિબાપુ, રમેશભાઇ ઓઝા ,ઇન્દ્રભારતી બાપુ, શેરનાથ બાપુ, દિલીપદાસજી બાપુ, મુક્તાનંદ બાપુ, નિર્મળાબા સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા

મોરારિબાપુ
New Update

રાજકોટના ત્રંબા ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યા જગદ્દગુરુ શંકરાચાર્ય, મોરારિબાપુ, રમેશભાઇ ઓઝા ,ઇન્દ્રભારતી બાપુ, શેરનાથ બાપુ, દિલીપદાસજી બાપુ, મુક્તાનંદ બાપુ, નિર્મળાબા સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સંત સંમેલનમાં સનાતનના રક્ષણ માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્રારા કરાતી ટિપ્પણી અને વિવાદ બાદ હવે દેવી દેવતાઓ વિશે ટિપ્પણી ન થાય તે માટે રણનિતી નક્કિ કરવામાં આવી હતી.સંત સંમેલનમાં સનાતનના સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયને આડેહાથ લીધો હતો. જેમાં કથાકાર રમેશભાઇ ઓઝાએ નામ લીધા વિના સ્વામીનારાયણ સંપ્રદાય પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે સાધુનું કામ બ્રેઇન વોશ કરવાનું નહીં હાર્ટ વોશ કરવાનું હોય છે. ગંગાના ઘાટ હોય છે, ઘાટની ગંગા ન હોય તેમ પણ તેમને ઉમેર્યું હતું. હું જ મોટો, મારા જ ગુરૂ મોટા આ વાત ન કરવી જોઇએ તેમ પણ તેમને કહ્યું હતું. ઘાટ પરથી જો ગંગા જતી રહે તો ઘાટ સુના થઇ જાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મોરારિબાપુએ પણ નામ લીધા વિના સ્વામિનારાયણ સંપ્રદાયને આડેહાથ લીધો હતો તેમને કહ્યું કે ગંગાનું પાણી પીવું છે, તેમાં નહાવું છે, પરંતુ ઘાટને મહાન ગણવો છે, ગંગામાં પાપ ધોવા છે, પણ ગંગાને મહત્વ નથી આપવું, આ બધુ અજાણતા નહિ પરંતુ જાણી જોઇને થાય છે તેમ મોરારી બાપુએ ઉમેર્યું હતું.

 

 

#સંત સંમેલન #રાજકોટ #મોરારિબાપુ
Here are a few more articles:
Read the Next Article