સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક, જળ સપાટી 119 મીટરને પાર

નર્મદા ડેમમાંથી કુલ પાણીની જાવક 20,960 ક્યુસેક નોંધાય છે. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાઇ રહ્યો છે

New Update
રાજ્યવાસીઓ માટે આનંદના સમાચાર
નર્મદા ડેમમાં નવા નીરની આવક
ડેમની જળ સપાટી 119.40 મીટરે પહોંચી
ડેમમાં પાણીની આવક 35 હજાર ક્યુસેક
પાણીની જાવક 20 હજાર ક્યુસેક
વરસાદી માહોલ વચ્ચે રાજ્યવાસીઓ માટે સારા સમાચાર પ્રાપ્ત થયા છે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરને પાર પહોંચી છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ છે ત્યારે ડેમની જળ સપાટી 119.40 મીટરે પહોંચી છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાયો છે..
ત્યારે ઉપરવાસમાંથી પાણીની આવક 35, 371 ક્યુસેક નોંધાય છે.સી.એચ.પી.એચ.અને આર.બી.પી.એચ.ના તમામ ટર્બાઇન ચાલુ કરી દેવામાં આવ્યા છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 10,339 ક્યુસેક પાણીની જાવક છે તો આ તરફ રિવર બેડ  પાવર હાઉસમાંથી 10,621 પાણીની જાવક છે. આમ નર્મદા ડેમમાંથી કુલ પાણીની જાવક 20,960 ક્યુસેક નોંધાય છે. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો નોંધાઇ રહ્યો છે
Latest Stories