સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા. .! ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી.

સૌરાષ્ટ્ર પર મેઘરાજા કોપાયમાન થયા હોવાની લાગણી જન્મી રહી છે.છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદને કારણે નાની  નદીઓ પણ ગાંડીતૂર બની છે

New Update

સૌરાષ્ટ્રમાં વીત્યા ચોવીસ કલાકમાં વરસાદે સ્થળ ત્યાં જળની પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે. જામનગર,પોરબંદર,જુનાગઢ,રાજકોટ,દેવભૂમિ દ્વારકા,ઉપલેટા સહિતના વિસ્તારોને મેઘરાજાએ પાણીમય કરી દીધા હતા.

સૌરાષ્ટ્ર પર મેઘરાજા કોપાયમાન થયા હોવાની લાગણી જન્મી રહી છે.છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદને કારણે નાની  નદીઓ પણ ગાંડીતૂર બની છે.જ્યારે નાના ડેમો પણ છલકાતા ડેમ માંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.વરસાદથી પ્રભાવિત વિસ્તાર ના ખેતરોમાં પણ વરસાદી પાણીએ જમાવટ કરી દીધી હતી.જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ,દેવભૂમિ દ્વારકા,ધોરાજી ઉપલેટા સહિતના વિસ્તારોએ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના દર્શન કર્યા હતા.ભારે વરસાદને પગલે જનજીવન પર તેની માઠી અસર જોવા મળી હતી.
Latest Stories