ઉના વાંસોજ ગામે શ્રી વાંસોજ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

વાંસોજ પ્રાથમિક શાળાના બાલ વાટિકાના 62  ભૂલકાંઓ તથા ધોરણ 1 ના 54 તેમજ વાંસોજ સીમ શાળા બાલ વાટિકાના 8  તેમજ ધોરણ 1ના 9  ભૂલકાંઓ તેમજ આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો

New Update

શ્રી વાંસોજ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

અતિથિ વિશેષ તરીકે નગરપાલિકા ચીફ ઓફિસર રહ્યા હાજર

દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત

પર્યાવરણલક્ષી વૃક્ષારોપણ પણ કરાયું

અનેક અતિથિ વિશેષ સહિત આગેવાનો રહ્યા હાજર 

ગુજરાત સરકારના મહાકુંભનો અમીઘૂંટડો એટલે શાળા પ્રવેશોત્સવ. જેને પગલે ઉના તાલુકાના વાંસોજ ગામમાં આવેલ શ્રી વાંસોજ પ્રાથમિક શાળા તેમજ વાંસોજ સિમ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  

પોતાના જીવનમાં શિક્ષણના પગથીયે પહેલી પગલી માંડતા ભૂલકાઓનો આગવો અવસર એટલે શાળા પ્રવેશોત્સવ. જેને લઈ આજ રોજ ઉના તાલુકાના વાંસોજ ગામમાં આવેલ શ્રી વાંસોજ પ્રાથમિક શાળા તેમજ વાંસોજ સિમ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  જેમાં અતિથિ વિશેષ તરીકે ઉના નગરપાલિકા ચીફ ઓફિસર  જેજે ચૌહાણ  તેમજ સીઆરસી રોહિત ડોડીયાઉના તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મોહનભાઇ વાજાવાંસોજ ગ્રામ પંચાયત સરપંચ ગંગાબેન વાજાવાંસોજ સહકારી મંડળીના મંત્રી ભગવાનભાઈ કામળીયાજગદીશભાઈ વાળાશિક્ષકગણ, smc અધ્યક્ષવાલીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં શ્રી વાંસોજ પ્રાથમિક શાળાના બાલ વાટિકાના 62  ભૂલકાંઓ તથા ધોરણ ના 54 તેમજ વાંસોજ સીમ શાળા બાલ વાટિકાના 8  તેમજ ધોરણ 1ના 9  ભૂલકાંઓ તેમજ આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

સાથે સાથે પર્યાવરણને બચાવવાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઉના નગરપાલિકા ચીફ ઓફિસર  જેજે ચૌહાણે શાળાની સિદ્ધિઓને બિરદાવી શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અને ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે ત્યારે વાંસોજ સ્કૂલના શૈક્ષણિક વાતાવરણને જોઈ તે યોગ્ય હાથમાં છે એવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને શાળાના બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest Stories