અમદાવાદમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો બીજો કેસ નોંધાયો છે. વસ્ત્રાપુરના રહેવાસી એવા ૮૦ વર્ષીય પુરુષનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દી હાલમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, દર્દી બુધવારના રોજ સારવાર માટે દાખલ થયા હતા. પૂછપરછ દરમિયાન તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી નથી, એટલે કે તેઓ તાજેતરમાં કોઈ અન્ય સ્થળે પ્રવાસ કરીને આવ્યા નથી. હાલમાં દર્દીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ પહેલાં પણ અમદાવાદમાં HMPVનો એક કેસ નોંધાયો હતો, જેના પછી આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. HMPV એક શ્વસન સંબંધી વાયરસ છે, જે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોથી રક્ષણ મેળવવા માટે શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે: