આજે બીજા તબક્કાનું મતદાન : મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EMVમાં કેદ થશે...

આજે રાજ્યની 182 બેઠકોમાંથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આજે બીજા તબક્કાનું મતદાન : મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EMVમાં કેદ થશે...
New Update

આજે રાજ્યની 182 બેઠકોમાંથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર બીજા તબક્કાનું આજે મતદાન યોજવા જઈ રહ્યું છે, ત્યારે 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. આ 833 ઉમેદવારોનું ભાવિ આજે EMVમાં કેદ થશે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Voting #candidates #Second phase #Gujarat Election 2022
Here are a few more articles:
Read the Next Article