રાજ્યની વિવિધ નગર પાલિકા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા માટે પ્રમુખ તરીકે જીજ્ઞાબેન પંડ્યા અને ઉપપ્રમુખ તરીકે પંકજભાઈ પરમારની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે ચોટીલા નગરપાલિકા માટે પ્રમુખ તરીકે અલકાબેન શાહ અને ઉપપ્રમુખ કમલેશભાઈ પંડ્યાની નિમણુંક કરવામાં આવી છે.ધ્રાંગધ્રા નગરપાલિકા માટે પ્રમુખ તરીકે કુલદીપસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે હિરેન કાનાબારની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે લીંબડી નગરપાલિકા માટે પ્રમુખ તરીકે રઘુભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મૌલીબેન વોરાની વરણી કરવામાં આવી છે. જેમાં પાલિકાના ચૂટાયેલા સદસ્યો દ્વારા આગામી અઢી વર્ષની નવી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
તો જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ તેમજ ભાજપ આગેવાનોની હાજરીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં મેંદરડા જિલ્લા પંચાયતની સીટના સભ્ય હરેશ ઠુંમરને જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, તો વંથલી તાલુકાની સાપુર સીટના સભ્યો મુકેશભાઈ કણસાગરાને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે માળીયાહાટીના તાલુકાની સીટ પરના સદસ્ય અને પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સિસોદિયાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે.
આ તરફ ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ પાટણ પાલીકાના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી જેમાં પાલીકાના પ્રમુખ પદે પલ્લવીબેન જાની અને ઉપપ્રમુખ પદે જયેશભાઈ માલમડી તથા કારોબારી ચેરમેન પદે ચંદ્રિકાબેન સિકોતરીયાની વરણી કરવામાં આવી છે.નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા