/connect-gujarat/media/post_banners/829a4a37d7ca494b85576501e8ae79005e39866e22cea1b0e9153442af3ea34a.jpg)
કોંગ્રેસ ના દિગ્ગજ નેતા સ્વ.અહમદ પટેલની 74મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ સભા નું ભરૃચ રોટરી ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્મરણાંજલિ સભા માં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ તેમજ પુત્રી મુમતાઝ ,આપ ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય રાજકીય અગ્રણીઓ અને કોંગીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શકિતસિંહ ગોહિલે રાજકીય વાત થી દુર રહી અહેમદભાઈ પટેલ ના યોગદાન ને બિરદાવી તેઓના લોકહિત પ્રત્યે તેઓની પ્રતિબદ્ધતા ને પણ યાદ કરી હતી..તો આ પ્રસંગે આવેલ આપ ના ધારાસભ્ય ચૈતર પટેલે કોંગ્રેસ સાથે ના ગઠબંધન માં લોકસભા ની ચૂંટણી લડવામાં આવશે અને તેમ નહી થાય તો ગુજરાત ની તમામ 26 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી માં ઉમેદવાર ઉતારશે તેમ પણ કહ્યું હતું..સ્વ.અહેમદભાઈ પટેલ ની સ્મરણાંજલિ સભા માં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન સૈયદ સહિત અન્ય કોંગી અગ્રણીઓ સહિત ખૂબ વિશાળ સંખ્યા માં કોંગીજનો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા....