/connect-gujarat/media/post_banners/6908ac97715a4b1074f39be12323ccfcd2cdc79fcd8536233096272fb889b593.webp)
દેવોના દેવ મહાદેવ ભોળાનાથના આ પાવન મહિનામાં શિવ ભક્તો પુજા અર્ચનાથી શિવને રીઝવી રહ્યા છે. દાહોદથી આશરે 10 કિલોમીટ દૂર દાહોદ અને ગોધરાની વચ્ચે નેશનલ હાઇવે નંબર 47 નીકળે છે. ત્યારે જેકોટી ગામમાં દેવઝરી મહાદેવનું અતિ પ્રાચિન મંદિર આવેલું છે. જેકોટના જંગલો અને ડુંગરોની વચ્ચે પવિત્ર ઝરણા પાસે દેવઝરી મહાદેવ બિરાજમાન છે.
કહેવાય છે કે આ મંદિરની થોડે દૂર ભીમકુંડ પણ આવેલોછે, ત્યાં કયારેય પણ પાણી સુકતું નથી, અહી શ્રાવણમાસ દરમિયાન ભક્તો દૂર દૂરથી ભોળાનાથના દર્શન કરવા આવે છે.
/connect-gujarat/media/post_attachments/70a80ddf6b583ab73c8057e57c5118a9a5e368920bf1f528785e072019232d2f.webp)
આ પ્રાચિન દેવનગરી મહાદેવની ઉત્પતિની વિવિધ લોકવાયકાઓ છે, કહેવાય છે કે પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તો બીજી તરફ બ્રિટિશ હુકૂમત દરમિયાન અંગ્રેજોએ દેવઝરી મંદિર ઉપરથી રેલવે લાઇન પસાર કરી હતી. આ રેલ બાંધકામ રાત્રિના સમય દરમિયાન કોઈ અવલૌકિક શક્તિ દ્વારા તૂટી જતું હતું ત્યાર બાદ અહી મંદિરની સ્થાપના કરવામાં આવી છે.
/connect-gujarat/media/post_attachments/a0d0fe486f0a8e6e9a8b68342a82e73011261427ef508ef0de45549234575b61.webp)
હવે આ મંદિરથી થોડે દૂર રેલવે લાઇન પસાર થઈ રહી છે, પ્રાચિન દેવઝરી મંદિરે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પુજા અર્ચના કરવામાં આવે છે.ભોળાનાથના ભક્તો માનતાઓ અને બાધાઓ પણ રાખે છે. જે મંદિરમાં બિરાજમાન દેવાધિ દેવ મહાદેવ તમામ ભાવિ ભક્તોની મનોકમના પૂર્ણ કરે છે, સરકાર પણ આ પ્રાચિન અને પવિત્ર સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહી છે.
/connect-gujarat/media/post_attachments/aa5a6e9bf36c5c0c949bd277a2f8ae333a4a6d8bb1ac3da7d78d7bc1df6fc543.webp)