Connect Gujarat
ટેકનોલોજી

સાઇબર ફ્રોડથી બચવા આટલુ જરૂર કરો,વાંચો પોલીસ વિભાગ શું કરી રહ્યુ છે અપીલ

સરકાર અને પોલીસ ખાતા તરફથી સાઇબર ફ્રોડથી બચવા અવારનવાર ચેતવણીઓ અને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું તેના ઉપાયો પણ સૂચવવામાં આવતા હોય છે.

સાઇબર ફ્રોડથી બચવા આટલુ જરૂર કરો,વાંચો પોલીસ વિભાગ શું કરી રહ્યુ છે અપીલ
X

સરકાર અને પોલીસ ખાતા તરફથી સાઇબર ફ્રોડથી બચવા અવારનવાર ચેતવણીઓ અને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું તેના ઉપાયો પણ સૂચવવામાં આવતા હોય છે. આપણી એક ભૂલ આપણું બેંક ખાતુ ખાલી કરી નાંખી આપને પાયમાલ કરી નાખે છે.આજકાલ ઓનલાઇન ફ્રોડ કરવાની રીતો જેમાં ખોટી લીંક આપવી, OTP મેળવી, કુરિયર સ્કેમ, ઓનલાઇન નોકરી આપવાની લાલચ આપવી, સીમ સવેપ કરી લેવું વગેરે સ્કેમ ઠગાઈના કારણે બેંક એકાઉન્ટ ખાલી થઈ જતા હોય છે.હાલમાં માર્કેટમાં એક સ્કેમ ચાલી રહ્યું છે જેમાં સ્કેમર આપને ઓછી કે મહેનત વિના વધુ રૂપિયા કેવી રીતે મળશે તે સોશિયલ પોસ્ટ કરી પોસ્ટને લાઈક કોમેન્ટ અને શેર કરવાના આપને રૂપિયા મળશે તેમ જણાવે છે. તમે સ્કેમરની સોશિયલ મીડિયા પોસ્ટ પર લાઇક કોમેન્ટ કરો એટલે સ્કેમર તમને વિશ્વાસમાં લેવાનું ચાલુ કરી જ્યાં સુધી આપનું એકાઉન્ટ ખાલી ન થાય ત્યાં સુધી વિશ્વાસ પ્રાપ્ત કરી તમારું એકાઉન્ટ ખાલી કરી નાખે છે. તેમજ હાલમાં માર્કેટમાં ઘણી બધી એપ્સ એવી આવી છે કે જેમાં આપને સસ્તા વ્યાજ દરે તાત્કાલિક લોન આપવાની સ્કીમો ચાલી રહેલ છે. આવી એપના ભ્રમમાં ન આવતા એપોને ડાઉનલોડ કરશો નહીં અને ડાઉનલોડ કરી હોય તો તેને ડીલીટ કરી નાખજો કારણ કે આવી એપો આપની ફોન નંબર સાથેની માહિતી પ્રાપ્ત કરી બજારમાં વેચે છે. જેથી આવી એપ્સ આપના ફોનમાં હોય તો ડીલીટ કરી નાખવી. જો આપની સાથે કોઈ પણ સાયબર થાય તો toll free no.1930 અથવા cybercrime.gov.in અથવા તો સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો.

Next Story