ડાંગ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની “સૂર્યમંડળ” આધારિત ખેતી, ઓછી જમીનમાં ખેડૂતે મેળવ્યો વધુ પાક

"સૂર્યમંડળ આધારિત ખેતીમાં" દરેક વલયોમાં અલગ અલગ પ્રકારની શાકભાજીઓ ઉગાડવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં મુખ્ય કેન્દ્ર સ્થાન પર એક કેળાનું ઝાડ રોપવામાં આવે છે

New Update
  • વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનો સંગમ ધરાવતો ડાંગ પ્રદેશ

  • ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની સૂર્યમંડળ આધારિત ખેતી

  • સૂર્યમંડળ આકારની ખેતીમાં સૂર્યમંડળ જેમ હોય છે વલયો

  • આ ખેતી થકી ઓછી જમીનમાં ખેડૂતે મેળવ્યો છે વધુ પાક

  • અન્ય જિલ્લાના ખેડૂતો પણ લઈ રહ્યા છે યોગ્ય તાલીમ 

ડાંગ જિલ્લામાં સૂર્યમંડળ આધારિત ખેતીથી ઓછી જમીનમાં વધુ પાક મેળવવાના સંદર્ભે ચીખલીના પ્રગતિશીલ ખેડૂતએ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તેમના ખેતરમાં અન્ય જિલ્લાના ખેડૂતો પણ મુલાકાત લઈ યોગ્ય તાલીમ લઈ રહ્યા છે.

ડાંગ જિલ્લોએ વનસ્પતિ સૃષ્ટિ તેમજ પ્રાણી સૃષ્ટિનો સંગમ ધરાવતો એક પ્રદેશ છે. અહીં ઓછી જમીનમાં વધુ ઉપજ મેળવી શકવાની એક પદ્ધતિ જેને "સૂર્યમંડળ આધારિત ખેતી" પણ કહેવામાં આવે છે. જે ડાંગ જિલ્લાના લોકો માટે એક આશીર્વાદરૂપ સમાન બની શકે છે. સૂર્યમંડળ આધારિત ખેતી એટલે સૂર્ય મંડળ આકારની ખેતી જેની અંદર સૂર્યમંડળ મુજબ વલયો પાડવામાં આવે છે. 

ખેડૂતો પોતાની ઓછી જમીન હોય જેની અંદર પણ આ ખેતી ખૂબ જ સારી રીતે કરીને સારી ઉપજ મેળવી શકે છેત્યારે ડાંગ જિલ્લામાં સૂર્યમંડળ આધારિત ખેતીથી ઓછી જમીનમાં વધુ પાક મેળવવાના સંદર્ભે ચીખલીના પ્રગતિશીલ ખેડૂતએ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તેમના ખેતરમાં અન્ય જિલ્લાના ખેડૂતો પણ મુલાકાત લઈ યોગ્ય તાલીમ લઈ રહ્યા છે.

આ ખેતીમાં દરેક વલયોમાં અલગ અલગ પ્રકારની શાકભાજીઓ ઉગાડવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં મુખ્ય કેન્દ્ર સ્થાન પર એક કેળાનું ઝાડ ઝાડ રોપવામાં આવે છે. સૂર્યમંડળ આધારિત ખેતીના ઘણા ફાયદાઓ છે. ખેડૂતો ઓછી જમીનમાં વધુ ઉપજ મેળવી શકે છેજ્યાં પાણીનું સ્તર નીચું છેએવા વિસ્તારોમાં પણ આ ખેતી કરી શકાય છે. કારણ કે આ પ્રકારની ખેતીમાં ૩૦ દિવસમાં માત્ર 2 વાર જ પાણી આપવાનું હોય છે.

Latest Stories