આજરોજ શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમીના પાવન અવસરે સોમનાથ મહાદેવને શ્રી કૃષ્ણ જન્મોત્સવની વિશેષ થીમ પર શૃંગારકરવામાં આવેલ હતો, પ્રભાસ ક્ષેત્ર હરિ હર ની ભૂમિ છે, જ્યાં ભગવાન શિવએ ચંદ્ર દેવને ક્ષય રોગથી મુક્તિ આપી સોમેશ્વર સ્વરૂપે જ્યોતિર્લિંગ સ્વરૂપે બીરાજમાન થયા હતા, સાથે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામ ગમન અહીં આવેલ દેહોત્સર્ગથી કરેલુ હતુ.
આજે જન્માષ્ટમી પર્વે સોમનાથ જી ને શ્રી કૃષ્ણ જન્મોત્સવ થીમ પર શૃંગાર કરવામાં આવેલ, જેમાં ગોકુળીયા ગામની પ્રતિકૃતિ, શ્રી કૃષ્ણને પ્રિય એવી ગૌમાતા, શ્રી કૃષ્ણના જન્મ બાદ મથુરાથી ગોકુળ વસુદેવજી ટોપલામાં લઈ જતા શેષનાગની છાયા આપતા દ્રશ્યો સામેલ કરવામાં આવેલ હતા. સાથે જ કમળ,ગુલાબ, ગલગોટા ઘાસ માંથી ભગવાનને શૃંગારીત કરવામાં આવેલ હતા. ખાસ ભગવાનને શ્રીનાથજી મુખ લગાવી શૃંગારીત કરવામાં આવ્યા હતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે હરિ હર ના સમન્વય થી બનેલ અલૌકિક શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.