Connect Gujarat
ગુજરાત

અમદાવાદમાં “સ્પર્શ મહોત્સવ” : સદકાર્યો-ધર્મકાર્યો કરવા માટે અધ્યાત્માનો સ્પર્શ ખૂબ જરૂરી : મુખ્યમંત્રી

X

GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવનું આયોજન

મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી રહ્યા વિશેષ ઉપસ્થિત

250થી વધુ પાંજરાપોળના ટ્રસ્ટીઓનું સન્માન કરાયું

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરી અમદાવાદ ખાતે આયોજિત 'સ્પર્શ મહોત્સવ'માં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્શ મહોત્સવમાં સેવાની ભાવનાને બિરદાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, જીવનમાં આગળ વધવા સદકાર્યો અને ધર્મકાર્યો કરવા માટે અધ્યાત્માનો સ્પર્શ ખૂબ જરૂરી. આ પ્રસંગે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીના હસ્તે ભારતભરમાંથી આવેલા 250થી વધુ પાંજરાપોળના ટ્રસ્ટીઓનું સન્માન કરી રૂપિયા 5 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે તા. 22મી જાન્યુઆરી સુધી આ સ્પર્શ મહોત્સવ યોજાનાર છે. જેમાં અત્યારસુધીમાં 400 પુસ્તકો અને પ્રવચનો થકી સમાજમાં આગવી ઓળખ બનાવનાર પદ્મભૂષણ આચાર્ય વિજયરત્ન સુંદર સુરીશ્વરજીની જ્ઞાનવાણીનો લ્હાવો લેવા આહ્વાન કરવામાં આવ્યું છે.

Next Story