દિવાળીના તહેવાર નિમિત્તે એસટી વિભાગ 2500થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે, 21 સપ્ટેમ્બરથી એડવાન્સ બુકીંગ કરવામાં આવ્યું શરૂ

New Update
દિવાળીના તહેવાર નિમિત્તે એસટી વિભાગ 2500થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે, 21 સપ્ટેમ્બરથી એડવાન્સ બુકીંગ કરવામાં આવ્યું શરૂ

સુરતમાં દિવાળીના તહેવાર નીમિતે એસટી વિભાગ 2500થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે. દિવાળી વેકેશનને લઈને 21, સપ્ટેમ્બરથી જ એડવાન્સ બુકીંગની શરૂઆત કરવામાં આવી હતી. સુરતમાં સમગ્ર દેશના લોકો વસે છે અને દિવાળી સમયે પોત પોતાના વતન જતા હોય છે ત્યારે તેમને હાલાકી ન પડે તે માટે એસટી વિભાગે આ નિર્ણય કર્યો હતો.

નોંધનીય છે કે સુરતથી જ દર વર્ષની જેમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત માટે ખાસ બસો ઉપડશે. આ એકસ્ટ્રા બસ 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી દોડાવવામાં આવશે. બુકિંગ ઓનલાઈન તેમજ ઓફલાઈન થઈ શકશે તેના માટે અલગ અલગ સેન્ટર પર વ્યવસ્થા કરવામાં આવી છે. એકસ્ટ્રા બસ માટે ત્રણ પ્રકારે બુકીંગ કરી શકાશે

એકસ્ટ્રા બસ માટે ઓનલાઈન બુકીંગ કરી શકાશે. કરન્ટ બુકીંગ એટલે મુસાફર આવે અને જેમાં જગ્યા હોય તેમાં સીટ ફાળવવામાં આવશે. ગ્રુપ બુકીંગ એટલે કે જો 50થી વધુ મુસાફરો હોય તો રહેણાક વિસ્તારથી ખાસ બસની સુવિધા આપવામાં આવશે.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,

New Update
guj

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે.  જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં  ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.