New Update
/connect-gujarat/media/post_banners/d4b1123a8ec4bb91819e0ff90a180ed128668ed027c1d4d44b99f09b429cd800.webp)
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને ગુજરાત સરકારના મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઇ સોલંકી સહ પરિવાર પધાર્યા હતા.
મંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યોં હતો. તેમજ પરિવાર સાથે સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી નો થાળ અર્પણ કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટ તરફથી મંદિરના પૂજારી દ્વારા મંત્રી પરષોત્તમભાઇ સોલંકીનું સન્માન કરી તેઓને મહાદેવ નો પ્રસાદ આપી આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.