પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટે છે ભક્તો
રોપ વે સેવા માટે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
મેન્ટેનન્સની કામગીરીને લઈને કરવામાં આવ્યો નિર્ણય
આગામી 28 જુલાઈથી 1ઓગષ્ટ સુધી રોપ-વે રહેશે બંધ
પાંચ દિવસ ભક્તોએ પગથિયાનો વિકલ્પ કરવો પડશે પસંદ
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન અર્થે જતા ભક્તો માટે મહત્વના સમાચાર છે,રોપ વેના મેન્ટેનન્સની કામગીરીને લઈને પાંચ દિવસ સુધી ઉડન ખટોલાની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અને ભક્તોની આસ્થાનુ સ્થાનક શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટી પડે છે,અને ખાસ વિશેષ વાર તહેવાર કે શનિવાર અને રવિવારની રજાઓમાં પણ ભક્તોનું કિડીયારું ઉભરાય છે.જોકે પાવાગઢ પર્વતના પગથિયા ચઢતા ભક્તો માટે રોપ વે સેવા ચાલી રહી છે,પરંતુ ઉષા બ્રેકો કંપની દ્વારા ઉડન ખટોલા રોપ વે સેવાના મેન્ટેનન્સ અર્થે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં તારીખ 28મી જુલાઈથી 1 ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસ સુધી રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે ભક્તોએ પાવાગઢના પગથિયા ચઢીને મહાકાળી માતાના દર્શન કરવા પડશે,જ્યારે આગામી તારીખ 2જી ઓગષ્ટના રોજથી રેપ વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.