આગામી ૧૦૦ કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે

New Update
111

આગામી ૧૦૦ કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ

રાજ્યના પોલીસ વડાએ  તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી

વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાક-ધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ-જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તત્વો ઉપરાંત જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ

આ પ્રકારના તત્વો દ્વારા ઊભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ, વીજ કનેક્શન, બેંકના નાણાકીય વ્યવહાર સહિતની વિગતોની તપાસ કરી કડક કાર્યવાહી કરાશે: પાસા અને તડીપાર જેવી અસરકારક કાર્યવાહી કરવા સૂચના

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી ૧૦૦ કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સુચના આપવામાં આવી છે.

રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજીક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે. 



રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે. જેમાં આ તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કરેલુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી  કરવી, આવા તત્વોના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છુટયા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે.

રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડાશ્રી અને પોલીસ અધીક્ષકને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.