પંચમહાલ : શહેરામાં વિદ્યાર્થીની ઉદ્ધતાઈ,મહિલા શિક્ષિકાને થપ્પડ મારતા ચકચાર, શાળા તંત્ર દ્વારા કાર્યવાહી

શિક્ષિકાએ વિદ્યાર્થીને મોડા આવવાનું કારણ પૂછતાં ઉશ્કેરાઈ ગયેલા વિદ્યાર્થીએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી,અને ચાલુ ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જ મહિલા શિક્ષિકાના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી

New Update
  • શહેરામાં શિક્ષણ જગત પર લાંછન

  • એસ.જે.દવે હાઈસ્કૂલમાં બની ઘટના 

  • વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને ઝીંકી થપ્પડ

  • પરીક્ષામાં મોડા આવવાનું પૂછ્યું હતું કારણ

  • પોલીસે ઘટનામાં કાર્યવાહી શરૂ કરી 

પંચમહાલ જિલ્લાના શહેરામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરાની જાણીતી એસ.જે.દવે સાર્વજનિક હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીએ પોતાની જ મહિલા શિક્ષિકાને થપ્પડ મારી દેતા ચકચાર મચી ગઈ છે.

પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલ એસ.જે.દવે સાર્વજનિક હાઈસ્કૂલમાં પરીક્ષા ચાલી રહી હતી.આ દરમિયાન 24 જાન્યુઆરી2026નાં દિવસે એક વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે નિયત સમય કરતા ઘણો મોડો પહોંચ્યો હતો. પરીક્ષાના નિયમો મુજબમહિલા શિક્ષિકાએ વિદ્યાર્થીને મોડા આવવાનું કારણ પૂછ્યું હતું. માત્ર આટલી પૂછપરછથી ઉશ્કેરાઈ ગયેલા વિદ્યાર્થીએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી,અને ચાલુ ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જ મહિલા શિક્ષિકાના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી હતી. આ સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છેજેમાં વિદ્યાર્થીની આ ઉદ્ધત વર્તણૂક સ્પષ્ટપણે જોઈ શકાય છે.

થપ્પડ માર્યાની આ ઘટના બાદ મામલો વધુ બિચક્યો હતો.માત્ર થપ્પડ જ નહીં પરંતુ ત્યારબાદ વિદ્યાર્થી અને તેની સાથે આવેલા અન્ય શખ્સોએ તેમને ગંભીર ધમકીઓ પણ આપી હતી. શિક્ષિકાએ આ મામલે હિંમત દાખવી શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં વિદ્યાર્થી સહિત 4 શખ્સોના નામજોગ અને અન્ય 15 થી 20 અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને શહેરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરિયાદના આધારે મુખ્ય આરોપી વિદ્યાર્થી સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે.

Latest Stories