સુરતમાં ચકચાર મચાવનાર પાલનપુર જકાતનાકા વિસ્તારના સોલંકી પરિવારના સાત સભ્યોના સામૂહિક આપઘાત પ્રકરણમાં પોલીસે મનિષ સોલંકી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. એસઆઇટીના તપાસના દર વચ્ચે પણ હજી સુધી આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. જોકે, પરંતુ અત્યાર સુધીની તપાસ અંતર્ગત મનિષ સોલંકી ડિપ્રેશનમાં હોવાનું પોલીસ દ્વારા અનુમાન સેવવામાં આવી રહ્યું છે.
શહેરના પાલનપુર જકાતનાકા સ્થિત નૂતન રો હાઉસની સામે સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં ગત 28 ઓકટોબરે મનિષ ઉર્ફે શાંતુ કનુ સોલંકી અને તેની પત્ની, સંતાન તથા માતા- પિતાના સામૂહિક આપઘાત સામે આવ્યો હતો. આ કરૂણ ઘટનામાં મનિષ દ્વારા ભરવામાં આવેલા આત્યાંતિક પગલા પાછળનું કારણ જાણવા ડીસીપી ઝોન 5 આર.પી. બારોટની અધ્યક્ષતામાં એસઆઇટી બનાવવામાં આવી હતી. આ એસઆઇટી દ્વારા પોલીસ કમિશનર અજયકુમા૨ તોમરને અત્યાર સુધીનો તપાસ રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઘટના બાદથી આજદિન સુધીમાં જે 112થી વધુ લોકોની પૂછપરછ અને નિવેદન નોંધાવાથી લઇ ઉલટ તપાસ કરવામાં આવી તે તમામ બાબતો રજૂ કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી મનિષ દ્વારા તેના ત્રણ સંતાન, પતી અને જન્મદાતા એવા માતા- પિતાને મોતને ઘાત ઉતારવા પાછળ ક્યું કારણ જવાબદાર છે તે હજી સ્પષ્ટ થયું નથી.