ગુનેગારોને સુધારવા પોલીસ તંત્ર આવ્યું છે આગળ
“સુરક્ષિત સુરત” અંતર્ગત પોલીસની અનોખી પહેલ
ગુનેગારોને સુધારવા માટે પોલીસ દ્વારા સમજ અપાય
સુરત શહેર તથા જીલ્લામાં ગુનેગારોને સુધારવા પોલીસ તંત્ર દ્વારા મિશન "સુરક્ષિત સુરત" અંતર્ગત અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
સુરત શહેર તથા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. તો બીજી તરફ, ગુનાઓ પાછળ ગરીબી, બેરોજગારી, નશો અને કુસંગતતા જેવા મુખ્ય કારણો છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા મિશન "સુરક્ષિત સુરત" અંતર્ગત અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ગુનેગારોને સુધારવા માટે પોલીસ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. સુરતના ઉધના, લીંબયાત, ડીંડોલી અને સલાબતપુરા પોલીસ હદ વિસ્તારના 150 જેટલા ગુનેગારોને "સુરક્ષિત સુરત" કાર્યક્રમ અંતર્ગત એકત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં તમામ ગુનેગારોને ગુનેગારી છોડી સુધારવા માટે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ સાથે જ જો કોઈ ગુનેગાર સુધરવા માંગોતા હોય તો પોલીસ તંત્ર દ્વારા તેઓને મદદ કરવાની ખાતરી અપાય હતી. આ સાથે જ ખોટી રીતે કોઈને પણ ખોટા ક્રાઈમમાં ફસાવાશે નહીં તે ખાખીની જવાબદારી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યુ હતું. ઉપરાંત ગુનાખોરી તરફ જતા યુવાનોને યુટર્ન લેવા પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી હતી.