Connect Gujarat
ગુજરાત

સુરત: ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા મહિલા દિવસ નિમિત્તે નારી સંગમ કાર્યક્રમ યોજાયો

સુરત: ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા મહિલા દિવસ નિમિત્તે નારી સંગમ કાર્યક્રમ યોજાયો
X

ભારત વિકાસ પરિષદ, ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા સુરત ખાતે “આંતરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે “નારી સંગમ” કાર્યક્રમ યોજાયો હતો જેનો પ્રારંભ રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે તેઓ જણાવ્યું હતું કે " આજના યુગમાં મહિલાને આ પ્રકારના માહિતીપ્રદ કાર્યક્રમોની જરૂરિયાત છે જેના દ્વારા નારી વધુ જ્ઞાની બને તેમજ હાલનાં સમયમાં ભારત સરકાર દ્વારા ચાલતા અનેકવિધ કાર્યક્રમો અંગે ઉપસ્થિત મહિલાઓને માહિતગાર કરી સરકારી યોજના નો લાભ લેવા જણાવ્યું હતું.

ભારત દેશમાં નારીએ સંસ્કારનું સ્વરૂપ છે અને પારિવારિક સ્વસ્થતા તેમજ સંસ્કારની ચિંતા હંમેશા નારીની પ્રાથમિકતા હોય છે ત્યારે નારી સંગમનાં આ કાર્યક્રમમાં આજનાં ઝડપી યુગમાં નિરોગી રેહવા માટે આયુર્વેદિક દ્રષ્ટિએ અનુકુળ હાથવગા અસરકારક ઉપાયો અંગે જામનગરનાં પ્રખ્યાત આયુર્વેદાચાર્ય ડો. હિતેશભાઈ જાનીએ વિશેષ રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. ડો. હિતેશભાઈએ રસોડામાં રેહતા ૫૧ મસાલાનાં સ્વાસ્થ્ય વર્ધક ઉપાયો જણાવ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રાંત મંત્રી ધર્મેશ શાહે ભારત વિકાસ પરિષદ વિષે તેમજ નારી સંગમ કાર્યક્રમનાં આયોજન અંગે માહિતી આપી હતી. આભારવિધિ પ્રાંત કોષાધ્યક્ષ પ્રધુમન જરીવાલાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન કાર્યક્રમ સંયોજિકા રંજના પટેલે સંભાળ્યું હતું.

Next Story