/connect-gujarat/media/post_banners/b3d3355b52047a3df07959dcef27bb07de618bae7a8b926fda466463d2adc2d3.jpg)
સુરતમાં ભાજપનું સેવા કાર્ય
વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કીટ બનાવવાની શરૂઆત
CR પાટીલે આપ્યો હતો આદેશ
વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કાપડ નગરી સુરતમાં ભાજપ દ્વારા ફૂડ પેકેટ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. વાવાઝોડુ ગુજરાતને ટકરાશે ત્યારબાદ વિનાશ અને તારાજી સર્જી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જેને લઇ આ વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો અને તાત્કાલિક ધોરણે જરૂરી ફૂડ મળી રહે માટે ઈમરજન્સી સહાય કીટ તૈયાર કરવાની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે સમગ્ર ગુજરાતના ભાજપના હોદ્દેસ દારો સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને આદેશ આપ્યા હતા. જેને લઇ તાત્કાલિક સુરત ભાજપ દ્વારા અસરગ્રસ્તો માટે ઇમર્જન્સી કીટ તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. સુખડી, ચવાણું, દૂધનો પાવડર અને મીણબત્તી સાથેની રાહત કીટ તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા રાજ્યના તમામ જિલ્લાના પ્રમુખો અને હોદેદારો સાથે વર્ચ્યુલ બેઠક કરી સહાય કીટ તૈયાર કરવાની સૂચના આપી હતી.જેને લઇ સુરત ભાજપ દ્વારા આ સૂચનાનો તાત્કાલિક અમલ શરૂ કરી દેવાયો છે અને ફૂડ સાથેની સહાય કીટ તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અસરગ્રસ્તો માટે પોષ્ટિક આહાર સાથેની ફૂડ કીટ તૈયાર કરવાની છે. જેમાં સુખડી,ચવાણું, દૂધ અને મીણબત્તી સહિતનો સામાન તૈયાર કરવાનું આદેશ કરાયો હતો. જે આધારે સુરત ભાજપ કાર્યાલય પર તાબડતોડ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે સુચના મુજબની સહાય કીટ તૈયાર કરવામાં આવી રહી છે.