સુરત: બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત દ્વારા આવતીકાલે અપરિણીત યુવક-યુવતીઓનું પરિચય સંમેલન યોજાશે

Featured | સમાચાર , બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ અને સગપણ સેતુ ગ્રુપ દ્રારા તારીખ ૨૨મી સપ્ટેમ્બરને રવિવાર ના રોજ અપરીણત યુવક

New Update
બરમહ સમાજ
બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ અને સગપણ સેતુ ગ્રુપ દ્રારા તારીખ ૨૨મી સપ્ટેમ્બરને રવિવાર ના રોજ અપરીણત યુવક યુવતી પરિચય સંમેલન એસ.એમ.સી. કોમ્યુનિટી હોલ દિવાળીબાગ, રાંદેર રોડ સુરત ખાતે યોજાશે.
IMG-20240920-WA0184 (1)
જેમાં  રાજેશ ભાઈ પાઠક, વાઈસ ચેરમેન, સુમુલ ડેરી,  નીતિનભાઈ ઠાકર પૂર્વ શહેર પ્રમુખ ભાજપ, ગીરીશભાઈ ત્રિવેદી મહામંત્રી બ્રહ્મ સમાજ ગુજરાત,  નિતીનભાઈ મેહતા, ટ્રસ્ટી  અન્નપૂર્ણા મંદિર,  ગિરીશભાઈ વ્યાસ, સામાજિક કાર્યકર્તાની ઉપસ્થિતિમાં યોજશે.
આ પ્રસંગે રામાયણ સિરિયલમાં સુગ્રીવ નું પાત્ર ભજવનાર  રાજેશ ભાઈ ઉપાધ્યાય વિશેષ ઉપસ્થિત રહેશે. રજિસ્ટર થયેલા યુવક - યુવતીઓને ૮:૩૦ કલાકે હાજર થઈ રજિસ્ટ્રેશન કીટ મેળવી લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
Latest Stories