Connect Gujarat
ગુજરાત

સુરત: આંતરવસ્ત્રોમાં સંતાડી દુબઈથી લવાયેલ રૂ.4 કરોડથી વધુની કિમતના સોના સાથે ચાર આરોપીની ધરપકડ

X

સુરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપને મળી મોટી સફળતા

દુબઈથી લવાયેલા સોના સાથે 4 આરોપીની ધરપકડ

આંતરવસ્ત્રોમાં સંતાડીને લાવવામાં આવ્યુ હતું સોનું

પોલીસે શરૂ કરી કાયદેસરની કાર્યવાહી

સુરત SOG પોલીસે આંતરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ કર્યો છે.દુબઈથી સુરત લવાયેલ રૂપિયા 4 કરોડથી વધુની કિમતના સોના સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શારજહાનો ઉપયોગ કરી ગેર કાયદેસર રીતે સોનાની હેરાફેરી વધી છે ત્યારે સુરત પોલીસને આ મામલે સફળતા મળી છે.કરોડો રૂપિયાના ગોલ્ડ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડયા છે .એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે એક ટોળકી તેના કેરીયરોને દુબઈ ખાતે મોકલી ત્યાંના વેપારીઓ પાસેથી સોનાની પેસ્ટ મેળવી તે સોનુ એરપોર્ટ ઉપર ઇમીગ્રેશન સિક્યુરીટી ચેકીંગમાં ખબર ન પડે તે માટે સોનામાં કેમીકલ મિક્ષ કરી શરીર ઉપર આંતર વસ્ત્રોમાં છુપાવીને લાવી રહ્યા છે અને સોનાને દુબઈથી સુરત ખાતે દાણચોરી કરવામાં આવી રહી છે જેમાં આ ટોળકીના બે સભ્યો દુબઈ ખાતેથી સોનું શરીર ઉપર કપાવી દાણચોરી કરી લાવેલ છે.

ટોળકી ફોર વ્હિલ કારમાં ડુમ્મસ એસ.કે.નગર ચોકડી પાસેથી પસાર થનાર છે.SOG પોલીસે બાતમી આધારે મોડી રાત્રીના વોચ ગોઠવી રોડ ઉપરથી પસાર થતી કારને અટકાવી તપાસ કરતા આરોપી ફેનીલ રાજેશભાઇ માવાણી, નિરવ રમણીકભાઇ ડાવરીયા, ઉમેશ ઉર્ફે લાખો રમેશભાઈ ભીખરીયા,સાવન શાંતીલાલ રાખોલીયાની ધરપકડ કરી હતી ત્યારે તેની ઝડતી કરતા તે બન્નેની પાસેથી તેમના આંતરવસ્ત્રો તથા બુટમાં છુપાવીને દુબઈથી લાવેલ સોનાની પેસ્ટ વજન ૭.૧૫૮ કિ.ગ્રા. જેની કિંમત -૪, કરોડ ૨૦ લાખ નુ સોનું ઝડપી પાડ્યું હતું

Next Story