સુરત: ઈરાની ગેંગના ચાર કુખ્યાત આરોપીઓ ઝડપાયા,જુઓ શું હોય છે આ ગેંગની મોડસ ઓપરેન્ડી

New Update
સુરત: ઈરાની ગેંગના ચાર કુખ્યાત આરોપીઓ ઝડપાયા,જુઓ શું હોય છે આ ગેંગની મોડસ ઓપરેન્ડી

સુરત પોલીસને મળી મોટી સફળતા

ઈરાની ગેંગના 4 આરોપીઓ ઝડપાયા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ઈરાની ગેંગના ચાર કુખ્યાત આરોપીઓને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. આરોપીઓ નકલી પોલીસ તરીકે ઓળખ આપી વૃદ્ધ મહિલા તેમજ પુરુષોને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઉતારી લઈને ફરાર થઈ જતા હતા.

સુરત પોલીસની કસ્ટડીમાંમાં ઉભા રહેલ ઈરાની ગેંગના કુખ્યાત આ 4 આરોપીઓ સુરત જ નહીં પરંતુ ગુજરાત રાજ્યના અમદાવાદ,ગાંધીનગર, વલસાડ સાબરકાંઠા,વડોદરા,નડિયાદમાં 100થી વધુ ગુના આચર્યા છે મહત્વની વાત એ છે કે આરોપીઓ નકલી પોલીસ બની વૃદ્ધ મહિલા તેમજ પુરુષોને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઉતારી લઈને ફરાર થઈ જતા હતા.આરોપીઓ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે મહારાષ્ટ્ર રાજ્યમાંથી ચોરીની મોટરસાયકલ લઈ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં પ્રવેશતા હતા.સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે આ ચારે આરોપીઓની ધરપકડ કરી છે