સુરત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાળકોને પગમાં કંકુ ટીકા કરી શાળા પ્રવેશ કરાવ્યો

ઘોડદોડ રોડ વિસ્તાર સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક-2 ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

New Update

વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક-2 ખાતે યોજાયો કાર્યક્રમ

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ

કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રીએ બાળકોને કંકુ ટીકા કરી શાળા પ્રવેશ કરાવ્યો

સિવિલમાંથી બાળકનું અપહરણ ગંભીર મામલો : હર્ષ સંઘવી

 સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તાર સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક-2 ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. 26 જૂનથી તા. 28 જૂન 2024 દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે આજથી 21મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તાર સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક-2 ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાલ વાટિકા અને ધોરણ 1ના બાળકોને પગમાં કંકુ ટીકા કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે જ બાળકોને અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં બાળકો પોતાના વાલીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવે તેવી સમજૂતી આપવામાં આવી હતી. જેમાં બાળકોએ પોતાના વાલીઓને બાઈક પર હેલ્મેટ પહેરવાની જીદ કરવી જોઈએ તેવું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું. તો બીજી તરફસુરતની સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષના બાળકના અપહરણના ગંભીર મામલે પણ યોગ્ય તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું.

 

#શાળા પ્રવેશ #હર્ષસંઘવી #સુરત
Here are a few more articles:
Read the Next Article