Connect Gujarat
ગુજરાત

સુરત: હીરાનગરીમાં PM નરેન્દ્ર મોદી મઢાયા સોનામાં, 156 ગ્રામ સોનાના ઉપયોગથી મુર્તિ કરવામાં આવી તૈયાર

X

હીરાનગરી સુરતનો અનોખો મોદી પ્રેમ

PM મોદીની સોનામાં મુર્તિ તૈયાર કરવામાં આવી

156 ગ્રામ સોનાનો કરવામાં આવ્યો ઉપયોગ

ગુજરાતમાં 156 બેઠક જિતતા અનોખી રીતે અભિવાદન

હીરા નગરી સુરત શહેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૧૫૬ ગ્રામ ગોલ્ડમાં મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે ૧૫૬ સીટ પર ઐતિહાસિક જીત હાસિલ કરી છે જેને લઈને સુરતના જવેલર્સ દ્વારા આ અનોખી મૂર્તિ બનાવી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશમાં એક અલગ લોક ચાહના છે દેશમાં તેઓના ચાહકો તેઓના માટે અલગ અલગ રીતે પોતાની લાગણી દર્શાવતા હોય છે ત્યારે હીરા નગરી સુરત શહેરમાં એક જવેલરી મેકિંગ કંપનીએ પીએમ મોદીની અનોખી મૂર્તિ તૈયાર કરી છે. આ મૂર્તિ એટલા માટે વિશેષ છે કારણ કે આ મૂર્તિ ૧૫૬ ગ્રામ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે અને તેને તૈયાર કરતા ૩ મહિનાથી વધુ સમય લાગ્યો છે. આ મૂર્તિ બનાવવામાં ૨૦ થી ૨૫ લોકોની ટીમે ૩ મહિના સુધી મહેનત કરી હતી અને આ મૂર્તિને ૧૮ કેરેટ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે અને તેની કિમત અંદાજીત ૧૧ લાખ રૂપિયા છે. આ અંગે જવેલર્સ સંદીપ જૈને જણાવ્યું હતું કે આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ, અને હિંદુસ્તાનમાં લોકોને ગોલ્ડ પ્રત્યે ઘણો લગાવ છે. પીએમ નરેન્દ્ર મોદીની પ્રસશા કરવા માટે શબ્દો ઓછા પડે છે. લોકોની પીએમ પ્રત્યે પણ લાગણી અને ભાવના ગોલ્ડ જેવી જ છે આજ કારણ છે કે અમે પીએમ મોદીની ગોલ્ડમાં પ્રતિમા તૈયાર કરી લાગણીને વધારી છે.

Next Story