/connect-gujarat/media/post_banners/795cc0cd0100f782a59e1546284bd6daeeb6a337287d86ead8288bc771205524.jpg)
ગુજરાતમાં આવેલાં તાઉ-તે વાવાઝોડા બાદ થયેલાં નુકશાનના સર્વેમાં લાલીયાવાડી કરવામાં આવી હોવાના આક્ષેપો થઇ રહયાં છે. સુરતના સમતા સૈનિક દળે હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરતાં કોર્ટે રાજય સરકારને નોટીસ પાઠવી 3 સપ્તાહમાં જવાબ રજુ કરવા જણાવ્યું છે....
તાઉ-તે વાવાઝોડાના કારણે ગીર સોમનાથ,જૂનાગઢ ,અમરેલી સહિત ચાર જિલ્લાઓમાં થયેલ નુકશાન અંગે રી-સર્વેની માંગ ગુજરાત સમતા સૈનિક દળ દ્વારા કરવામાં આવી છે.જે મામલે ગુજરાત હાઈકોર્ટેમાં કરવામાં આવેલ રીટ પિટિશન મામલે સરકારને નોટિસ આપવામાં આવી છે. ગુજરાત સમતા સૈનિક દળ અને ગુજરાત હાઇકોર્ટના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ટાઉતે વાવાઝોડાના કારણે ગીર-સોમનાથ,ભાવનગર,જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સૌથી વધુ નુકશાન થયું હતું. જેમાં સરકાર તરફથી સર્વે કરી એક હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ જે સર્વે કરવામાં આવ્યો છે તે બિલકુલ પણ યોગ્ય રીતે થયો નથી. જે પ્રમાણે વાવાઝોડાથી વિનાશ થયો છે તે પ્રમાણેની રકમ સરકારે ચુકવી નથી. ગુજરાત હાઇકોર્ટમાં થયેલી પીટીશનમાં 78 અસરગ્રસ્તોના નામોની યાદી આપવામાં આવી છે કે જેમને કોઇ પણ પ્રકારનું વળતર ચુકવવામાં આવ્યું નથી.