/connect-gujarat/media/post_banners/70b621382583a062f547c4110d89a5fce9ad0dee28f0924fcf22cecae328ea74.jpg)
સુરતના કતારગામના ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. ગરીબ મહિલાઓને રાહતદરથી સેનેટરી નેપકીન મળી રહે તે માટે તેમણે 4 સ્થળોએ 20 જેટલા સેનેટરી પેડનું વિતરણ કરતાં મશીન મુકયાં છે.
સુરતના કતારગામના ભાજપના ધારાસભ્ય વીનું મોરડિયાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેઓએ પોતાના જન્મદિવસ નિમિતે ૪ સ્થળો પર ૨૦ જેટલા સેનેટરી મશીનનું લોકાર્પણ કર્યું હતું. આ મશીનમાં એક - બે રૂપિયાનો સિક્કો નાખી મહિલાઓ સેનેટરી પેડ મેળવી શકશે. સુરતના સિંગણપોર, સીતારામ ચોક, મહાદેવ ફળિયું અને હરીઓમ સોસાયટી ખાતે આ મશીન મુકવામાં આવ્યાં છે. ધારાસભ્ય વીનું મોરડિયાએ જાણાવ્યું હતું કે ગરીબ મહિલાઓ શરમના કારણે સામાન્ય કપડાનો ઉપયોગ કરે છે. જેથી તેઓ બીમારીનો ભોગ પણ બને છે. ત્યારે આવી મહિલાઓ અને દીકરીઓ માટે ઉપયોગી થઇ શકે તે માટે આ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.