સુરત: પંજાબના CM ભગવંત માનનો ઉધના વિસ્તારમાં ભવ્ય રોડ શો,મોટી સંખ્યામાં લોકો જોડાયા

New Update
સુરત: પંજાબના CM ભગવંત માનનો ઉધના વિસ્તારમાં ભવ્ય રોડ શો,મોટી સંખ્યામાં લોકો જોડાયા

ઉધના બેઠકના ઉમેદવારને જીતાડવા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ઉધના વિસ્તારમાં રોડ છોડ યોજ્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રોડ શોમાં સંબોધન કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. અમે જ્યાં પણ પ્રચારમાં જઈ રહ્યા છે ત્યાં લોકો એક જ અપીલ કરી રહ્યા કે 27 વર્ષ થઈ ગયા આ લોકોથી અમને છુટકારો અપાઈ દો.

વિધાનસભાની ચૂંટણીમાં પેહલી વાર રસાકસી ભર્યો ત્રી-પાંખીયો જંગ જામ્યો છે ભાજપ અને કોંગ્રેસની જંગ વચ્ચે હવે આમ આદમી પાર્ટી પર ચૂંટણીની જંગમાં છે. પોતાની રાજકીય પાર્ટીઓને જીતાડવા માટે રાષ્ટ્રીય નેતાઓ સ્ટાર પ્રચારકો મેદાને ઉતરી એડી ચોટીએ જોર લગાવી રહ્યા છે. આજે સુરતના ઉધના વિધાનસભાના બેઠકના ઉમેદવાર મહેન્દ્ર પાટીલને જીતાડવા માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 60 ફૂટ રોડ પર ભવ્ય રોડ સો યોજી લોકોને આપ પાર્ટીને મતદાન આપવા અપીલ કરી હતી. રોડ શો દરમિયાન ભગવંત માને સંબોધન કરતા ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે અમે જ્યાં પણ પ્રચારમાં જઈ રહ્યા છે. લોકો એક જ અપીલ કરી રહ્યા છે કે 27 વર્ષ થઈ ગયા આ લોકોથી અમને છુટકારો અપાઈ દો. રેલીમાં નાના બાળકો વધુ સંખ્યામાં જોડાયા છે તે લોકો ઘરે જઈને તેમના માતા પિતાને કહેશે કે એક વાર આપ આદમી પાર્ટી ને ચુંટાવી દો પેપર ફૂટવાના બંધ થઈ જશે. શાળા કોલેજ વીજળી મફત મળી જશે દિલ્હી પંજાબમાં અમે કીધું હતું કરી બતાવ્યું છે ભગવંત માને સંબોધન કરી લોકો પાસે મત માંગ્યા હતા.

Latest Stories