New Update
સુરત કિમ કોસંબા વચ્ચે રેલવે ટ્રેક પર પેડલોકનો મામલો
રેલકર્મીઓએ જ પેડલોક કાઢ્યા હોવાનો થયો પર્દાફાશ
પોલીસ તપાસમાં રેલકર્મીઓની કરતૂતનો થયો ખુલાસો
રેલવે દ્વારા ખાસ એવોર્ડ મળે તે માટે કરવામાં આવ્યું કાવતરું
પોલીસે ત્રણ રેલકર્મીઓની કરી ધરપકડ
સુરતના કિમ-કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી હતી, ખાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નજર પણ આ ઘટના પર હતી. ત્યારે NIA અને અન્ય તપાસ એજન્સીઓને ઘટના પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર પર શંકા ગઈ હતી. કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એ અશક્ય હતું. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલાં ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાઈલોટને કોઈપણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી. કોઈપણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના સ્થળથી મળી આવી નહોતી, તેથી NIAને પહેલાંથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યો છે.
પોલીસ અને એજન્સીઓએ સુભાષની ઉલટ તપાસ હાથ ધરી હતી. જેમાં તે પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા હતા અને પોતે જ આ કાવતરું કર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે સુભાષ કુમાર પોદાર , શુભમ જયપ્રકાશ જયસ્વાલ અને મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રીની ધરપકડ કરી હતી. આરોપીઓએ કિમ- કોસંબા વચ્ચે કિમ ખાડીના બ્રિજ ઉપર શનિવારે વહેલી સવારે અપલાઈન પર રેલવે ટ્રેકની પેડલોક (ઈલાસ્ટિક રેલ ક્લિપ) અને ફિશપ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવવાનું કાવતરું સામે આવ્યું હતું. 71 ઇઆરએસ અને બે જોગસ ફિશપ્લેટ કાઢી પાટા ઉપર ગોઠવી દીધી હતી.બાદમાં રેલકર્મી સુભાષ પોદારની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાની વાત સુભાષ પોદારે ઉપજાવી કાઢી હતી.
બનાવ અંગે કિમ સ્ટેશનના માસ્ટરને જાણ કરવામાં આવતા તેમણે તાત્કાલિક ટ્રેનને કોસંબા રેલવે સ્ટેશન પર થોભાવી દેતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદારે રેલવે ટ્રેક પર ત્રણ અજાણી વ્યક્તિની ચહલપહલ જોઈ હોવાની વાત તપાસ દરમિયાન કરી હતી. વહેલી સવારે 5.20 વાગ્યાની આસપાસ ટ્રેક ઉપર અજાણ્યા શખ્સોને જોતાં તેમને બૂમો પાડતાં તાત્કાલિક ત્યાંથી નાસી છૂટ્યા હતા.એવી પણ વાત તપાસ એજન્સીઓને જણાવી હતી.આ કાવતરું કરવાનું મુખ્ય કારણ ત્રણેય આરોપીઓને પોતાને એવોર્ડ અને પ્રસિદ્ધિ મળે તથા પોતાની રાત્રિના સમયની મોન્સૂન નાઈટ ડ્યૂટી ટૂંક સમયમાં બંધ થઈ જનાર હોય તેથી જો નાઈટ ડ્યુટી ચાલુ રહે તો બીજા દિવસમાં ઓફ મળે છે. તેમાં ફેમિલી સાથે બહાર જઈ શકાય તે હેતુથી આવો બનાવ બને તો મોન્સુન નાઈટ ડ્યૂટી લંબાઈ જાય અને લાંબા સમય સુધી ચાલે તેવો હતો.આ સાથે જ સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા, પ્રમોશન મેળવવા માટે અને રેલવે તરફથી ખાસ એવોર્ડ આવી ઘટનાઓના સતર્કતા માટે આપવામાં આવે છે, એ મેળવવા માટે આરોપીએ કૃત્ય કર્યું છે.
Latest Stories