સુરત : રૂ. 75.26 લાખના ગાંજાના જથ્થા સાથે ગ્રામ્ય પોલીસે કરી 4 શખ્સોની ધરપકડ...

New Update
સુરત : રૂ. 75.26 લાખના ગાંજાના જથ્થા સાથે ગ્રામ્ય પોલીસે કરી 4 શખ્સોની ધરપકડ...

કોસંબા પોલીસે કર્યો નશાના કારોબારનો પર્દાફાશ

રૂ. ૭૫.૨૬ લાખના ગાંજા સાથે ૪ લોકોની ધરપકડ

પોલીસે રૂ. ૮૨.૧૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો

સુરત જીલ્લામાં કોસંબા પોલીસે બાતમીના આધારે, કુંવરદા ગામની સીમમાં આવેલી શિવશક્તિ રેસીડેન્સી પાસેથી વાહનોમાં સંતાડેલો રૂ. ૭૫.૨૬ લાખની કિમતનો ૭૫૨.૬૪૯ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ઘટનામાં કેદારનાથ પ્રકાશ ચંદ્ર મહંન્તી, બલરામ કોરાપ્રસાદ મહંન્તી, શીબારામ ભાસ્કર ગૌડા અને સંતોષ બાપુજી મહંન્તીની ૯૯,૫૦૦ની કિમંતના ૮ મોબાઈલ અને ૫.૫૦ લાખની કિમતના પાંચ વાહનો અને ૩૬,૬૭૦ રોકડા રૂપિયા મળી કુલ ૮૨.૧૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ માલ મોકલનાર ગૌરીશંકર પ્રકાશચંદ્ર મહંન્તી અને કે.આર.ટી. નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.