સુરત : જુબાં કેસરીનો સ્વાદ તસ્કરો માટે બન્યો કેસર, કડોદરામાંથી ઉઠાવી ગયા લાખો રૂપિયાના ગુટખાનો જથ્થો, જુઓ CCTV

New Update
સુરત : જુબાં કેસરીનો સ્વાદ તસ્કરો માટે બન્યો કેસર, કડોદરામાંથી ઉઠાવી ગયા લાખો રૂપિયાના ગુટખાનો જથ્થો, જુઓ CCTV

સુરત જિલ્લામાં તસ્કરરાજ યથાવત રહ્યું છે. એટલું જ નહીં, બેખોફ રીતે લાખોની માત્રામાં ચોરી કરી તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે, ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. કડોદરા નજીક આવેલ જય અંબે ટ્રેડર્સમાં તસ્કરો ત્રાટકયા હતા. જોકે, ત્યાં એક વોચમેનએ પ્રતિકાર કરતા તેને બંધક બનાવી ઉભેળ ગામની સિમમાં મૂકી ગયા હતા.

તસ્કરો એ ગોડાઉનમાં મુકેલ 42 જેટલી વિમલ ગુટખાની બોરી ઉઠાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે જય અંબે ટ્રેડર્સના સહાયકે કોટરા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. લાખોની ચોરીની ઘટના સામે આવતા કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા ગોડાઉન રહેલા CCTV કેમેરા ચેક કરતાં તસ્કરો દ્રશ્યમાન થયા હતા.

Latest Stories