સુરત : સરસાણામાં ત્રિદિવસીય ‘ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો’ સહિત ‘થાઈ પેવેલિયન’નો પ્રારંભ...

સુરતના સરસાણા ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો-2023’ને કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ખૂલ્લો મુકવામાં આવ્યો હતો.

New Update
સુરત : સરસાણામાં ત્રિદિવસીય ‘ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો’ સહિત ‘થાઈ પેવેલિયન’નો પ્રારંભ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતના સરસાણા ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો-2023’ને કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ખૂલ્લો મુકવામાં આવ્યો હતો.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા ગુજરાત MSME કમિશનરેટ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પો. લિ. અને નેશનલ એસસી-એસટી હબના સંયુક્ત ઉપક્રમે તા. 25થી 27 ફેબ્રુ. દરમિયાન સુરતના સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો’ના ભવ્ય પ્રદર્શનનો કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ફૂડ પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, બેકરીની આઈટમો, જ્યુસ અને પલ્પ નિર્માતા, ઓર્ગેનિક ફાર્મર્સ, નમકીન-વેફર્સ, ઈલેક્ટ્રોનિક, કૃષિ-બાગાયત, પશુપાલન સાથે સંકળાયેલા 115 જેટલા એક્ઝિબીટર્સ ભાગ લઈ રહ્યા છે. આ સાથે જ ‘થાઈલેન્ડ વીક-રોડ શો-2023’ અંતર્ગત ‘થાઈ પેવેલિયન’ને પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં થાઈલેન્ડના 40થી વધુ એક્ઝિબીટર્સ જોડાયા છે.

Latest Stories