Connect Gujarat
ગુજરાત

સુરત : ખટોદરા વિસ્તારમાં 79 હજારના ડ્રાયફુટ ખરીદી પૈસા ગાડીમાં છે લઈ આવું તેમ કહી મહિલાઓ ફરાર

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં વેપારીને જલારામ મંડળના મુખ્ય તરીકે ઓળખ આપી રૂપિયા 79 હજારના ડ્રાયફુટ ખરીદી બે મહિલાઓ કારમાં ફરાર થઈ ગઈ છે

X

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં વેપારીને જલારામ મંડળના મુખ્ય તરીકે ઓળખ આપી રૂપિયા 79 હજારના ડ્રાયફુટ ખરીદી બે મહિલાઓ કારમાં ફરાર થઈ ગઈ છેદુકાનના માલિક કર્મચારીઓ બાઇક પર કારનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા સમગ્ર મામલે દુકાનના માલિકે ખટોદરા પોલીસને જાણ કરી હતી ખટોદરા પોલીસે ગુનો તાપસ હાથ ધરી છે.

સુરત શહેરના અલથાન વિવેકાનંદ ગાર્ડન નજીક ડ્રાય ફૂડ બજાર નામના સ્ટોરમાં મહિલાએ જલારામ મંડળ વીરપુરના તરીકે ઓળખ આપી પ્રસાદમાં ડ્રાય ફૂડ વેચવા કાજુ બદામ અને અખરોટના રૂપિયા 79 હજાતનો માલ ખરીદી પેમેન્ટ આપ્યા વિના જ ફરાર થઈ ગઈ સિટીલાઈટ રોડ ખાતે રહેતા દુકાનદાર હિતેશભાઈ બાબુલાલ સકલેચાને પોતે જલારામ મંડળ વીરપુરના મુખ્યા છે અને તેઓની હેડ ઓફિસ મહારાષ્ટ્રના થાણે ખાતે ગાંધીધામ સોસાયટીના રામચંદ નગરમાં આવેલી છે બંનેએ પ્રસાદ રૂપે ડ્રાય ફૂડ વેચવાનો હોવાથી વધારે જથ્થામાં ડ્રાય ફૂડ જોઈએ છે એમ કહીને 66 કિલો કાજુ, 42 કિલો ગ્રામ બદામ,1 કિલોગ્રામ અખરોડ મળી કુલ ૭૯ હજારનો ડ્રાય ફૂડ ખરીદી પેક કરાવી હતા પેમેન્ટ પેટે જલારામ મંડળને બદલે પર્સનલ એકાઉન્ટનો ચેક આપતા દુકાનદારે સ્વીકાર્યો ન હતો અને કેસમાં પેમેન્ટ કરવા કહ્યું હતું જેથી મહિલાએ હું ગાડીમાંથી કેસ લઈને આવું છું એમ કહી કાર હંકારીને ફરાર થઈ ગઈ હતી દુકાનના માલિક કર્મચારીઓ બાઇક પર કારનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા સમગ્ર મામલે દુકાનના માલિકે ખટોદરા પોલીસને જાણ કરી હતી ખટોદરા પોલીસે ગુનો તાપસ હાથ ધરી છે.

Next Story